છેલ્લા ઘણા લાંબા સમયથી કૃષિ વિદ્યાર્થી એકતા બેનર હેઠળ રાજ્યના કૃષિ વિદ્યાર્થીઓ દ્વારા કૃષિ ક્ષેત્રની ભરતીઓ કરવા માટે લડત ચલાવવામાં આવી રહી હતી જેમાં સફળતા મળતી દેખાય રહી છે. કૃષિ વિદ્યાર્થી એકતા સંગઠન બેનર હેઠળ રાજ્યમાં ૪૦(ચાલીશ)થી વધુ આવેદનપત્રો, રાજ્ય વ્યાપી પત્ર અભિયાન સહિતના કાર્યક્રમો દ્વારા ઉચ્ચ કક્ષાએ કૃષિ ક્ષેત્રની ભરતીઓ કરવા રજુઆત કરવામાં આવી રહી હતી. જેમાં કૃષિ વિદ્યાર્થીઓને મહદઅંશે સફળતા મળી છે. રાજ્યના સંબંધિત વિભાગ દ્વારા ખેતી મદદનીશ, નાયબ ખેતી નિયામક સહિતની કૃષિ ક્ષેત્રની આશરે ૧૧૨૧ જેટલી જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી છે ત્યારે કૃષિ વિદ્યાર્થીઓએ આ ર્નિણયને આવકાર્યો છે. સંગઠનનાં ભાવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, લાંબી લડત બાદ મળેલ હકારાત્મક પગલાંને કૃષિ વિદ્યાર્થીઓ આવકારે છે, પરંતુ મંજુર થયેલ જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેમજ બાકી રહેતી ગ્રામસેવકની અને અન્ય બાકી રહેતી ભરતીઓની જગ્યાઓ પણ મંજુર કરી અને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે, તેમજ હજુ સુધી ગ્રામસેવકની જગ્યાઓ મંજુર કરવામાં નથી આવી માટે ગ્રામસેવક ભરતી માટેની લડત ચાલું રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews