વેરાવળમાં ચાર સંતાનોના આધેડ પિતાને બીજા લગ્ન કરવાનો અભરખો ભારે પડયો હોવાનો કીસ્સો સામે આવ્યોે છે. જેમાં આધેડને લગ્ન કરાવી આપવાનો વિશ્વાસ અપાવી રૂા.૧૦ હજાર લઇ નિકાહ કરાવ્યાના બીજા જ દિવસે દુલ્હરને ઘર ચલાવવાની ના પાડી દેતા મામલો પોલીસ સ્ટે્શને પહોચ્યો હતો. જયાં પોલીસે સતર્કતા દાખવી કરેલ કાર્યવાહીના લીધે અધેડ સાથે વિશ્વાસઘાત કરતા લુટેરી દુલ્હાન અને તેના સાથીદારને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળની કૌશર કોલોનીમાં રહેતા અને બોટમાં કામ કરતા ઇબ્રાહીમ મુસાભાઇ મુકાદમ (ઉ.વ.૫૯) ને ચાર સંતાનો છે. જે પૈકી ત્રણ પરણીત અને એક કુંવારો છે. તેમના પત્નીનું દોઢેક વર્ષ પહેલા હાર્ટએટેકથી મૃત્યુ થયેલ હતુ. જેથી ઇબ્રાહીમભાઇને બીજા લગ્ન કરવા હોવાથી તેમના એક પરીચીત મારફત અંકલેશ્વર રહેતા ઇરફાન યુસુફભાઇ શેખનો સંપર્ક થયેલ તેઓએ રૂા.૪૦ હજારમાં લગ્ન કરાવી આપવાનું નકકી થયેલ હતુ. ચારેક દિવસ પૂર્વે ઇરફાનભાઇએ ફોન કરીને ઇબ્રાહીમભાઇને અંકલેશ્વર બોલાવેલ અને ત્યાંાથી બંને છોકરી જાેવા સુરત ગયેલ હતા. જયાં શાઇમાબેન સાથે મુલાકાત કરાવતા બંનેને પસંદ પડેલ હોવાથી નિકાહ કરવાનું નક્કી કરેલ હતું. આ સમયે નિકાહ કરવા માટે વસ્તુ ન લેવા જણાવતા ઇબ્રાહીમભાઇએ રૂા.૩૫ હજારની સોનાની વીટી તથા રૂા.૧૫ હજારના કપડા-કટલેરીનો સામન લઇ આપેલ હતો. ત્યારબાદમાં બે દિવસ પૂર્વે ત્રણેય સાથે વેરાવળ આવી અત્રે ઇબ્રાહીમભાઇ સાથે શાઇમાબેનના નિકાહ કરાવેલ હતા. જેના બીજા જ દિવસે શાઇમાબેનએ તેમના મોટા બાપુ ગુજરી ગયેલ હોવાનું જણાવી પીયરમાં જવાનું કહી કપડા તથા સોના- ચાંદીના દાગીના પેક કરવા લાગેલ અને આ જ સમયે ઇરફાનભાઇએ પણ બાકીના રૂા.૩૦ હજારની માંગણી ઇબ્રાહીમભાઇ પાસે કરતા તેમને શંકા ગઇ હતી. જેથી તેમણે શાઇમાબેનને કહેલ કે આપણે કાલે સાથે જશું તેમ છતાં શાઇમાબેનએ જીદ કરતા તેની પાસેથી ઘરેણા તથા કપડા ઇબ્રાહીમભાઇએ પરત લઇ લેતા શાઇમાબેનએ મારે તારૂ ઘર ચલાવવું નથી તેમ કહી ઘરેથી નીકળી જઇ ઇરફાનભાઇ સાથે પોલીસ ચોકીએ પહોંચી રજુઆત કરી હતી. જેના લીધે પોલીસે ઇબ્રાહીમભાઇને બોલાવતા તેઓએ સમગ્ર હકીકત જણાવતા પોલીસે ઇરફાન યુસુફભાઇ શેખ રહે.અંકલેશ્વર તથા શાઇમાબને હનીફભાઇ શેખ રહે.સુરતવાળા સામે આઇપીસી કલમ ૪૦૮, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે. આ મામલે સીટી પીઆઇ ડી.ડી.પરમારએ ત્વરીત કાર્યવાહી હાથ ધરી બંને આરોપીઓ (૧) ઇરફાન યુસુફભાઇ શેખ (ઉ.વ.૪૪) રહે.અંકલેશ્વર સર્વોદય સોસાયટી આંબોલી રોડ ઘર નં.બી-૩૪, (૨) શાઇમાબેન હનીફભાઇ શેખ (ઉ.વ.૩૪) રહે.રાંદેર રામનગર કૃતિકા એપાર્ટમેન્ટ પહેલા માળે સી-૧ રૂમ નં.૧૦૩-સુરત વાળાઓને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે. આ મામલે ચાર સંતોનોના પિતા એવા આધેડ ઇબ્રાહીમભાઇની શંકા અને પોલીસની સર્તકતાની કામગીરીથી લગ્ન કરવા ઇચ્છુક યુવકો-પુરૂષોને છેતરતી લુટેરી દુલ્હન ચીટર ગેંગને ઝડપવામાં સફળતા મળી છે. ત્યારે આ લુટેરી દુલ્હન ચીટર ગેંગએ અત્યાર સુધીમાં કેટલા લોકોને શિકાર બનાવી કેટલી છેતરપીંડી કરી છે તે પુછપરછ કર્યા બાદ સામે આવશે તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews