જૂનાગઢમાં ટ્રેડ યુનિયન્સ દ્વારા વિવિધ મુદે કલેકટર મારફત વડાપ્રધાન-મુખ્યમંત્રીને આવેદન અપાયું

0

સેન્ટ્રલ ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સના સભ્યો/હોદેદારો તથા નાગરિકો દ્વારા કલેકટર મારફત વડાપ્રધાન, મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી  સંબંધિત માંગણીઓ બાબતે તાત્કાલીક ર્નિણય કરવા વિનંતી કરી છે.  છેલ્લા બે વર્ષમાં કોરોના એપેડેમીક તથા તેના કારણે અમલમાં મુકાયેલ લોકડાઉનનાં પરિણામે આમ જનતાની તથા શ્રમજીવીઓ અને કોરોનાની સારવારને લીધે પરિસ્થિતિ ખૂબજ નાજુક બનેલ હોઈને સરકાર દ્વારા તાત્કાલીક ર્નિણય જરૂરી બની ગયેલ છે, કોરોના લોકડાઉન દરમ્યાન લાખો શ્રમજીવીઓ, અસંગઠીત ક્ષેત્રના શ્રમજીવીઓ, સ્વરોજગાર શ્રમજવીઓ તથા નાના વેપાર  ધંધાર્થીઓએ ધંધા રોજગાર ગુમાવ્યા છે. તેમને રેશનની તથા  સીધી રોકડ સહાયની જરૂરીયાત છે. કામદારો બેરોજગાર બનેલ છે, સતત બે વર્ષથી કોરોનામાં સેવા બજાવતી આશા-આંગણવાડી-ફેસીલીએટર બહેનોને સવારે  ૯ થી સાંજે ૫ અને કોઈવાર મોડી રાત સુધી કોરોના સર્વે, ટેસ્ટીંગ, કોરોના સંક્રમિતોની સેવા પુરી પાડવા, વેકસીનેશન સેન્ટર ઉપર તથા ઘરે ઘરે વેકસીનેશન સહીતની એક્સ્ટ્રા કામગીરીની કોઈ રકમ અપાતી નથી. કમ સે કમ રૂા-૩૦૦/- દૈનિક ચુકવવા જાેઈએ, આમ જનતાના ૪૦%  લોકો  એક ટંક ભોજન લેતા થયા છે  તેથી  વ્યક્તિ દિઠ ૧૦ કિલો અનાજ ૬ માસ માટે મફત આપવુ જરૂરી છે, કોરોનામાં વેકસીનેશનનો  વેપાર શરૂ કરાયો છે તે બંધ કરવો જાેઈએ અને તમામને મફત વેકસીનેશન યુધ્ધના ધોરણે ન અપાય તો પરિસ્થિતિ ત્રીજી લહેરમાં અત્યંત કફોડી બનશે. આ માંગણીઓમાં તમામ નાગરિકોને મફત વેકસીન આપવા માટેનો સમયબધ્ધ કાર્યક્રમ કેન્દ્ર સરકાર તૈયાર કરે અને તે માટે જાહેરક્ષેત્રમાં વેકસીન ઉત્પાદન થાય તેવી નવી સુવિધા ઉભી કરવા તથા તમામને મફત વેકસીન મળી  રહે તે માટે દેશ-વિદેશમાંથી ખરીદવાની કેન્દ્ર સરકાર જવાબદારી લે, કોરોનાનો સામનો કરવા માટે હોસ્પિટલો, બેડ, ઓક્સિજન, ઈન્જેકશનો તથા દવાની પુરતી વ્યવસ્થા કરવા, વેકસીન આપવામાં ભેદભાવ વાળી અને માત્ર કોર્પોરેટર-કંપની તરફી નીતિ રદ કરવા, અત્યારથી જ આરોગ્યને લગતા પુરતા સ્ટાફની ભરતી કરો, ગમે તેવા લોકડાઉનનાં આદેશ સમયે છુટા કરવા, પગારમાં કાપ તથા રહેણાંકમાંથી દુર કરવા સામે કડકમાં કડક આદેશ કરી તેને રોકવામાં આવે, તમામ આરોગ્ય અને પ્રથમ પંક્તિના કર્મચારી તેમજ આશા-આંગણવાડી-ફેસીલીએટરોને વ્યાપાક વીમા કવરેજ સુરક્ષાના સાધનો તથા કોવીડ કામગીરીનું વિશેષ ભથ્થું જાહેર કરો, મઝદુર વિરોધી લેબર કોડ તથા કિસાન કાનુન અને નવું ઈલેકટ્રીકસીટી  બીલ પાછુ ખેંચો, ખાનગીકરણ અને ડીસઇન્વેસ્ટમેન્ટ બંધ કરો, દરેક  પરિવારને માસિક રૂા.૭૫૦૦ની કેશ ટ્રાન્સફરથી મદદ કરો, છ મહિના  સુધી   વ્યક્તિ દીઠ ૧૦ કિલો અનાજ મફત આપો, કોવિડ  સિવાયના દર્દીની સારવારની પુરતી વ્યવસ્થા કરો, આંતર રાજ્ય પ્રવાસી મઝદુર અધિનિયમ ૧૯૭૮ને તાત્કાલીક અમલમાં મુકો સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે. આ આવેદનપત્ર આપવામાં બટુકભાઈ મકવાણા, જીસાનભાઈ, રોજીના શેખ, ધમિષ્ઠા વાઘેલા, શીતલ વાઘેલા, રમેશભાઈ પરમાર, સમજુભાઈ સોલંકી, અલારખાભાઈ સોલંકી, બશીરૂદીન અન્સારી, મનોજભાઈ ભટ્ટ, ઉંમરભાઈ હાલેપૌત્રા, મેરામણભાઇ ઓડેદરા, મગનભાઈ ભારથી, વલ્લીમામદ કોરેજા, સોહિલભાઈ સીદીકી, દિપકભાઇ દવે સહીતના આગેવાનો જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!