જૂનાગઢમાં ધોધમાર વરસાદ : લોકોનાં દિલને પહોંચી ઠંડક

0

આવ રે વરસાદ… ઢેબરીયો પ્રસાદ… ના ગીત ગુંજારવ થાય તે દિવસો દૂર નથી કારણ કે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને અનેક વિસ્તારોમાં પ્રથમ વરસાદે જ પાણી ભરાયા છે. જયારે જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસ થયા સંપૂર્ણ મેઘાવી માહોલ હોય પરંતુ વરસાદી ઝાપટાં પડી રહયા છે. આજે પણ સવારે વરસાદનાં ઝાપટાં પડયા હતાં અને રસ્તાઓ ભીના થયા હતાં. જૂનાગઢ અને સોરઠ પંથકમાં મેઘરાજાની આગમનની લોકો આતુર નયને લોકો રાહ જાેઈ રહયા હતાં કે કયારે મેઘરાજા સટાસટી વરસાવે અને આ ધરતીને ભીંજવી નાંખે. દરમ્યાન આજે બપોરનાં ૧૧.૩૦ વાગ્યા આસપાસ આ લખાય છે ત્યારે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તુટી પડયો છે. અને રસ્તા ઉપર પાણી વહેવા લગ્યા છે. અને ધોધમાર વરસાદને પગલે લોકોનાં હૈયે ઠંડક પહોંચી છે.  દર વર્ષે ૧૪ જુનથી સતાવાર રીતે ચોમાસાની શરૂઆત થતી હોય છે. આ વર્ષે પણ ચોમાસાનાં પગરણ તો ત્રણ દિવસ થયા મંડાઈ ગયા છે. આજે પણ સવારમાં વરસાદી માહોલ શરૂ થયો છે અને વરસાદી ઝાપટાં પડી રહયા છે. આજે સવારે છુટોછવાયો વરસાદ પડયો હતો. જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં પણ બે થી ત્રણ મીમી જેવો વરસાદ પડયો છે. ગઈકાલે ઝાપટાંરૂપે વરસેલા વરસાદે બે મીમી હેત વરસાવ્યું હતું અને આજે પણ વરસાદી ઝાપટાં વંથલી, જૂનાગઢ સહીતનાં વિસ્તારોમાં પડયા હતાં. છેલ્લા કેટલાય દિવસો થયા સખ્ત તાપ અને બફારાની અસહય ગરમી વચ્ચે જનજીવન ધબકતું રહયું છે ત્યારે મેઘાવી માહોલથી અને વરસાદી ઝાપટાંથી ઠંડકતા પ્રવેશી છે. ગરમીની સામે રાહત મળી છે. અને લોકો હવે ભીમ અગીયારસ નજીક છે ત્યારે જાેરદાર વરસાદ તુટી પડે તેવી આશા સેવી રહયા હતાં. અને ત્યાં જ આજે બપોરે ધોધમાર વરસાદ તુટી પડયો હતો.  બીજી તરફ સારો વરસાદની સાથે વાવણી કાર્ય પણ જાેરશોરથી શરૂ કરવા માટે ખેડૂતો સજજ બની ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાનાં અતિ ભયંકર સંક્રમણકાળ વચ્ચેથી પસાર થયેલા લોકો છેલ્લા અઠવાડીયાથી કોરોનાની જે હળવાશ મળી છે તેને લઈને હવે જનજીવન થાળે પડતું જઈ રહયું છે. કોરોના હળવો પડતા જ લોકોએ રાહતનો દમ લીધો છે. અને હવે નવા કાર્યો તરફ શુભારંભ કરી રહયા છે. તેવા સંજાેગોમાં ભીમ અગીયારસનું પર્વ સોમવારે આવી રહયું છે ત્યારે ભીમ અગીયારસને લઈને બજારમાં કેરીની ખરીદીની દેખા દીધી છે. કેરીનાં વેપારીઓને માથે વરસાદ ઝળુંબી રહયો છે ત્યારે એક તરફ ચિંતા છે. જયારે ભીમ અગીયારસને લઈને લોકો કેરીની ખરીદી કરી રહયા છે. આમ કેરીની આ વખતની સીઝન ભીમ અગીયારસનાં પર્વ સાથે જ સંપન્ન થઈ જાય તેવા નિર્દેશો મળી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!