જૂનાગઢનાં કડીયાવાડ વિસ્તારમાં છરી, ધારીયા વડે હુમલો અને લુંટનાં બનાવનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે ફરિયાદી જયદીપ અશોકભાઈ સોંદરવા (ઉ.વ.૨૪) રહે. વણકરવાસ, પાણીના ટાંકા પાસે, જૂનાગઢ તથા તેના મિત્ર સાથે તા.૧૬-૬-૨૧ના રોજ આરોપીઓ નીરજ ઉર્ફે ટારઝન તથા સંદીપ ઉર્ફે કાલિયાએ છરી તથા ધારીયાથી હુમલો કરી, ફરિયાદીના હાથ-પગ તેમજ પડખામાં ઇજાઓ કરી, રૂા.૭૦૦ની લૂંટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ગુન્હો કરવામાં આવતા અને ફરિયાદી જયદીપ અશોકભાઈ સોંદરવાએ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી, લૂંટનો ગુન્હો નોંધી, પી.આઇ. આર.જી.ચૌધરી તથા પીએસઆઇ એ.કે.પરમાર તેમજ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલકત વિરૂદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ એ.કે.પરમાર, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, સુભાષભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ દ્વારા ગુન્હો બન્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, આરોપીઓ રીઢા ગુન્હેગારો હોય, આરોપીઓ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં આરોપીઓનું પગેરૂ દબાવી, દરમ્યાન પો.કો. વનરાજસિંહ તથા પો.કો. દિનેશભાઇને મળેલ બાતમી આધારે  આરોપીઓ નીરજ ઉર્ફે ટારઝન ડાયાભાઇ પરમાર તથા સંદીપ ઉર્ફે કાલિયો ચનાભાઈ સોલંકી રહે. બંને પ્રદીપના ખાડીયા,જૂનાગઢને ખાડીયા પંચેશ્વર વિસ્તારમાંથી પકડી ઝડતી દરમ્યાન રોકડા રૂા.૭૦૦/- તથા મોટરસાયકલ મળી, કુલ રૂા.ના મુદ્દામાલ સાથે પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો, પોતે કોઈ ગુન્હો નહીં કરેલાનું રટણ ચાલું રાખેલ હતું. પરંતુ, એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સઘન પૂછપરછ કરતા, પોતે આ મારામારી તથા લૂંટનો ગુન્હો કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ એ.કે.પરમાર, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, સુભાષભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ બાબતે રેકર્ડ મેળવતા તથા આરોપીઓને સઘન પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપી નીરજ ઉર્ફે ટારઝન ડાયાભાઇ પરમાર ભૂતકાળમાં સને ૨૦૧૪ની સાલમાં રાયોટિંગના ૦૧ ગુન્હામાં, સને ૨૦૧૬ની સાલમાં હથિયાર ધારા, હદપારી ભંગના ૦૪ ગુન્હામાં, સને ૨૦૧૭ની સાલમાં ખૂનની કોશિશ, મારામારી, પ્રોહીબિશનના ૦૩ ગુન્હાઓમાં, સને ૨૦૧૮ની સાલમાં હદપારી ભંગના ૦૨ ગુન્હામાં, સને ૨૦૧૯ ની સાલમાં રાયોટિંગ, છેડતી, મારામારીના ૦૩ ગુન્હાઓ સહિત આજદિન સુધીમાં કુલ ૧૩ ગુન્હાઓમાં તથા અવાર નવાર અટકાયતી પગલાઓમાં પકડાયેલ છે તેમજ જૂનાગઢ જિલ્લા તથા પડોશી જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ હતો. જ્યારે આરોપી સંદીપ ઉર્ફે કાલિયો ચનાભાઈ સોલંકી ભૂતકાળમાં સને ૨૦૧૨ની સાલમાં રાયોટિંગ, મારામારીના ૦૨ ગુન્હાઓમાં, સને ૨૦૧૪ ની સાલમાં બીગાડ તેમજ ધમકી આપવાના ૦૧ ગુન્હામાં, સને ૨૦૧૫ની સાલમાં મારામારી, બીગાડ, લૂંટના ૦૨ ગુન્હાઓમાં, સને ૨૦૧૬ની સાલમાં ખુનની કોશિશ, મારામારીના ૦૪ ગુન્હાઓમાં, સને ૨૦૧૭ ની સાલમાં પ્રોહીબિશન, મારામારી, રાયોટિંગ, બીગાડ, હથિયાર ધારાના ૦૪ ગુન્હાઓમાં, સને ૨૦૧૯ ની સાલમાં લૂંટ, છેડતી, હથિયાર બંધી જાહેરનામા ભંગ, પ્રોહીબિશન, રાયોટિંગ, સહિતના ૦૭ ગુન્હાઓમાં, સને ૨૦૨૧માં લૂંટના ૦૧ ગુન્હા સહિત કુલ ૨૫ ગુન્હાઓમાં તથા અવાર નવાર અટકાયતી પગલાઓમાં પકડાયેલ છે તેમજ જૂનાગઢ જિલ્લા તથા પડોશી જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ હતો. પકડાયેલ બને આરોપીઓ રીઢા ગુન્હેગાર છે અને જ્યારે પકડાઈ ત્યારે જાતે બ્લેડથી ઇજાઓ કરવાની તથા પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં માથા ભટકાડી ઇજાઓ કરવાની મોડ્‌સ ઓપરેન્ડી ધરાવે છે. પકડાયેલ આરોપીઓ  નીરજ ઉર્ફે ટારઝન ડાયાભાઇ પરમાર તથા સંદીપ ઉર્ફે કાલિયો ચનાભાઈ સોલંકી રહે. બંને પ્રદીપના ખાડીયા, જૂનાગઢ બીજા કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ ? કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ ? વિગેરે બાબતે પૂછપરછ કરી, વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

error: Content is protected !!