રાજુલા માર્કેટિંગ યાર્ડ સામે આવેલી રેલવેની બિન જમીનનો વિવાદ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યો છે. ધારાસભ્ય અંબરીષ ડેરની માંગ છે રેલવેની આ જમીન નગરપાલિકાને વિકાસ કાર્યો માટે સોંપવા માંગણી કરી હતી. જેના સંદર્ભે રેલવે વિભાગ અને રાજુલા નગરપાલિકા વચ્ચે કરારો પણ થયેલા હતાં પરંતુ રાજકીય કોકડું ગૂંચવાતા નગરપાલિકાને કબજાે સોંપવામાં આવતો નથી. જેને પગલે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા છેલ્લા ૧૦ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા પરંતુ રેલવે વિભાગ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ના મળતા અંતે રેલવે ટ્રેક ઉપર બેસી રેલવે રોકો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ત્યારે રેલવે ટ્રેક ઉપર ધારાસભ્ય દ્વારા બેસવા જતા પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. જેનો પડઘો સમગ્ર પંથકમાં પડ્યો હતો ધારાસભ્ય ડેરનાં સમર્થનમાં ઠેર-ઠેર રેલવે રોકો આંદોલન કરાયું હતું. જેમાં રામપરા, ભેરાઇ નજીક, નેશનલ હાઇવે ફાટક નજીક, રાજુલા સીટી રેલવે સ્ટેશન, ઘાંડલા સહિતના અનેક સ્થળોએ લોકોનાં ટોળાને ટોળાં રેલવે ટ્રેક ઉપર ઉમટી પડ્યા હતા. જેનાં કારણે કલાકો સુધી રેલવેનાં પૈડાં થંભી ગયા હતા. પરંતુ ત્યારબાદ રેલવે વિભાગ અને આગેવાનો વચ્ચે સમજાવટથી લોકો રેલવે ટ્રેક ઉપરથી હટ્યા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews