જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મંગળવારથી ત્રણ દિવસ સુધી ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલ રજુ કરવાનો કેમ્પ યોજાશે

0

જૂનાગઢ જીલ્લા શિક્ષણધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા આગામી તા.રર જુનને મંગળવારથી ર૪ જુન ગુરૂવાર સુધી ત્રણ દિવસ સુધી બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ સમયસર મળે તે માટે કેમ્પનું આયોજન કરાયું છે. રમેશ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જીલ્લાની બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓની ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલો તૈયાર કરાવી કેમ્પમાં રજુ કરવા આચાર્યઓને એક પરીપત્ર પાઠવી જાણ કરવામાં આવી છે અને આ ફાઈલ જે કર્મચારીઓને સાતમાં પગાર પંચનું સ્ટીકર આવી ગયેલ હોય તેની દરખાસ્ત રજુ કરવાની રહેશે તેમજ સીસીસી તથા હિન્દી પરિક્ષા પાસ કર્યાની નોંધ તથા બાંહેધરી અંગેની નોંધ સેવાપોથીમાં કરવાની રહેશે તથા દરખાસ્ત સાથે બેનકલો રજુ કરવાની રહેશે તેમજ ઓરિજનલ સેવાપોથી તથા નિયત નમુનામાં દરખાસ્ત શાળાનાં ફોરવર્ડીગ લેટર સાથે શાળાનાં આચાર્યએ કેમ્પમાં હાજર રહેવાનું રહેશે અને સમિતીની ભલામણમાં મંડળનાં પ્રમુખ મંત્રી તથા આચાર્યનાં સહી સિક્કા સાથે રજુ કરવાનાં રહેશે તેમજ ખાનગી અહેવાલ મળવાપાત્ર તારીખથી આગળનાં પાંચ વર્ષનાં અસલ તથા ઝેરોક્ષ કોપી રજૂ કરવાની રહેશે. મજકુર કર્મચારી સામે ખાતાકીય તપાસ ચાલું નથી કે પડતર નથી તે અંગેનું પ્રમાણપત્ર દરખાસ્ત સાથે રજુ કરવાનું રહેશે. આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે, તા.રર જુનને મંગળવારે સવારે ૧૦-૩૦થી બપોરે ૩ઃ૩૦ કલાક સુધી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ આઝાદ ચોક જૂનાગઢ ખાતે જૂનાગઢ શહેર-ગ્રામ્ય વંથલી, માણાવદર તેમજ તા.ર૩ જુન બુધવારનાં રોજ આજ સમયે આજ સ્થળે ભેસાણ, વિસાવદર, મેંદરડાનો કેમ્પ યોજાશે અને તા.ર૪ને ગુરૂવારે સવારે ૧૦ઃ૩૦થી શ્રી જી.ડી. વાછાણી કન્યા છાત્રાલય કેશોદ ખાતે કેશોદ, માંગરોળ, માળીયા હાટીનાનાં કર્મચારીઓ માટેનો કેમ્પ યોજાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!