જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગઈકાલે રાત્રીનાં ૯ વાગ્યા બાદ આશ્ચર્યજનક ઘટના બની હતી જેમાં તેજ લાઈટ ધરાવતી વસ્તુ જાેવા મળી હતી અને લોકોમાં ભારે કુતુહલ પણ સર્જાયું હતું. જૂનાગઢ, ઉપલેટા, રાજકોટ તેમજ સોરઠ અને સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં ગઈકાલે ૯ વાગ્યા બાદ ભયંકર ધડાકા જેવો અવાજ આવ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આકાશમાંથી આગના ગોળા નીચે પડતા હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા અને લોકો પરસ્પરને આ બનાવ અંગે પુછપરછ કરતા હતા. શરૂઆતમાં ૪ દિવડા જેવું આકાશમાં જઈ રહયું હતું અને જાણે ઉલ્કા વર્ષા થઈ રહી હોય તેવું લાગતું હતું. થોડાક સમયનાં આ નજારાએ લોકોને આશ્ચર્યજનક કરી દીધા હતા. આ ઉલ્કા વર્ષા વાદળોમાં સમાઈ ગઈ હતી. દરમ્યાન ખગોળ વૈજ્ઞાનિક ડો. સી.એમ. નાગરાનીએ જણાવ્યું હતું કે આ કોઈ ખગોળીય ઘટના કે ઉલ્કા કે યુએફઓ નથી પરંતુ મનુષ્ય દ્વારા બનાવેલ કોઈ યંત્ર હોઈ શકે છે. જાે કે, રાત્રે જે નજારો જાેવા મળ્યો તે લોકોએ ફોટો, વિડીયો સોશિયલ મીડીયામાં પણ વાયરલ કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews