ગુજરાતની પ૩ હજારથી વધુ આંગણવાડીના ૧૪ લાખ ભૂલકાઓને બબ્બે જાેડી ગણવેશ અપાશે

0

ગુજરાતની વિવિધ પ૩ હજારથી વધુ આંગણવાડીઓમાં કિલકિલાટ કરતા ૩ થી ૬ વર્ષના ૧૪ લાખ બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગણવેશ વિતરણના રાજયવ્યાપી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આંગણવાડીના ૧૪ લાખ ભૂલકાઓને પ્રત્યેકને બે જાેડી ગણવેશ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ પ્રતિકરૂપે પાંચ ભૂલકાઓને ગણવેશનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સાધન સંપન્ન વર્ગના બાળકો નર્સરી પ્લેગ્રુપમાં જાય ત્યારે યુનિફોર્મથી તેમને આગવી ઈમેજ મળતી હોય છે. આવી જ ઈમેજ આંગણવાડીઓના બાળકોને પણ મળે તે માટે તેમને પણ ગણવેશ આપવાની યોજના શરૂ કરી છે. ત્યાર બાદ રાજયના વિવિધ મહાનગરો, નગરો અને જિલ્લા મથકોએથી વીડિયો કોન્ફરન્સ લીંક દ્વારા મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મેયરો અને જિલ્લા પંચાયતના પ્રમુખો સહિતના પદાધિકારીઓ જાેડાયા હતા અને આંગણવાડી ભૂલકાઓને ગણવેશનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ પ્રાથમિક શિક્ષણને મજબૂત કરવા માટે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે પા પા પગલી યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે આ વર્ષના બજેટમાં રૂા.પ કરોડની જાેગવાઈ પણ કરી છે. ઉપરાંત દીકરીઓના જન્મ દરમાં વધારો થાય તે ઉદ્દેશથી વ્હાલી દીકરી યોજનાની શરૂઆત કરી છે. તે અંતર્ગત દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂપિયા ચાર હજાર, નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂા. ૬ હજારની સહાય તેમજ ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે રૂપિયા એક લાખની સહાય આપવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!