વાલીઓની સ્કુલ ખોલવા માંગણી : ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ હોમવર્ક જ કરતા નથી

0

આગામી ૧પ ઓગસ્ટથી શાળાઓ શરૂ કરવા સ્કુલ સંચાલકો સહીત વાલીઓ તલપાપડ છે. કારણ કે જૂનાગઢ જીલ્લાની શાળાઓમાં ઓનલાઈન ભણતા કેટલાક બાળકો હોમવર્ક પુરૂ કરતા નથી. અને નેટ ઉપર મોટાભાગનો સમય આપે છે જેથી વાલીઓ સતત ચિંતીત રહે છે. બાળકો ઘરમાં રહેવાથી તેમનામાં ચીડિયાપણું આવી રહયું હોવાની ફરીયાદો ઉઠી છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ ગેમ રમવામાં પણ નેટ પુરૂ કરી નાંખતા વાલીઓમાં ચિંતાની લાગણી ઉઠી છે. અનેક વાલીઓએ જણાવેલ છે કે જાે સરકાર તાત્કાલીક સ્કુલ ચાલુ કરે તો બાળકનું ભવિષ્ય સુરક્ષીત બનશે. કેરીયરનાં મહત્વનાં વર્ષો એળે જાય એ પોષાતુ નથી. કોરોના તો દર વર્ષે આવશે કયાં સુધી આપણે ડરતા રહીશું ? સ્કુલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઘરે બેસી ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે તમામ ધોરણના અલગ અલગ વોટસએપ માધ્યમ દ્વારા ગૃપ બનાવેલ છે. જેથી સ્કુલનો કોઈ વિદ્યાર્થી અભ્યાસ વગર રહી ન જાય. હવે ત્રીજી લહેરની વાતોમાં ન રહેતા સરકારે દરેક બાળકને રસી આપવાનો પ્રોગ્રામ શરૂ કરવો જાેઈએ. છેલ્લા એક વર્ષથી શાળાઓ બંધ છે. બીજી લહેરની વેદનાઓ અને બાળકોનાં સ્વભાવમાં પણ ચિડીયાપણું જાેવા મળી રહયું છે. અને શાળાઓ જલ્દી શરૂ થાય તો બાાળકોનાં માનસપટ ઉપર ઘણી સારી અસર જાેવા મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!