માસ પ્રમોશનની અસર : ધોરણ-૧૧ સાયન્સની સ્કૂલોમાં મેરિટ લિસ્ટ ૧૦ ટકા ઊંચું જાય તેવી સંભાવના

0

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધોરણ-૧૧ સાયન્સમાં અમદાવાદ શહેરમા પ્રવેશની મારામારી સર્જાશે. ધોરણ-૧૧ સાયન્સમાં આ વખતે મેરીટ ૧૦ ટકા જેટલું ઉંચુ જશે તેવી શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. જ્યારે શહેરની પ્રતિષ્ઠીત સ્કૂલોમાં તો પ્રવેશ માટે ભારે ધસારો જાેવા મળશે. આ વખતે બોર્ડમાં ૮૧ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ગુણ લાવનારા વિદ્યાર્થીઓનો રોફડો ફાટ્યો હોવાથી શહેરની પ્રતિષ્ઠીત સ્કૂલોમાં તો સાયન્સમાં ૯૪ ટકા આસપાસ પ્રવેશ અટકે તેવી શક્યતાઓ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ૮૦ ટકા કરતા વધુ ગુણ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬૮૨૮નો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ- ૧૦નું શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર થયા બાદ હવે ધોરણ-૧૧ સાયન્સના પ્રવેશ ઉપર વિદ્યાર્થીઓની નજર અટકેલી છે. ત્યારે ધોરણ-૧૧ સાયન્સમાં પ્રવેશની મારામારી સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. આ વખતે છ-૧ ગ્રેડ અને છ-૨ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ વધુ છે. જેથી આ તમામ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ સાયન્સ હોવાથી અમદાવાદ શહેરમાં સાયન્સની સ્કૂલો અને તેમાં પણ પ્રતિષ્ઠીત સ્કૂલોમાં ભારે ધસારો થશે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં છ-૧ ગ્રેડમાં ૧૭૧૮૬ અને છ-૨ ગ્રેડમાં ૫૭૩૬૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, બંને ગ્રેડના મળી કુલ ૭૪૫૪૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગતવર્ષે સમગ્ર રાજ્યમાં છ-૧ ગ્રેડમાં ૧૬૭૧ અને છ-૨ ગ્રેડમાં ૨૩૭૫૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, બંને ગ્રેડના મળી કુલ ૨૫૪૨૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, ગતવર્ષની સરખામણીમાં આ વખતે બંને ગ્રેડના મળી કુલ ૪૯૧૨૩ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. આ વિદ્યાર્થીઓ ધોરણ-૧૧ સાયન્સમાં પ્રવેશ માટે ઘસારો કરશે. આજ સ્થિતી અમદાવાદ શહેરમાં પણ જાેવા મળશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં પણ આ વખતે ૯૧થી ૧૦૦ ટકાની વચ્ચેના છ-૧ ગ્રેડના અને ૮૧થી ૯૦ ટકા વચ્ચેના છ-૨ ગ્રેડના વિદ્યાર્થીઓ ખુજ વધુ સંખ્યામાં પાસ થયા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો આ વખતે છ-૧ ગ્રેડમાં ૮૮૧ અને છ-૨ ગ્રેડમાં ૪૭૯૨ વિદ્યાર્થી પાસ થયા છે. આમ, બંને ગ્રેડના મળી કુલ ૫૬૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ગતવર્ષે છ-૧ ગ્રેડમાં ૧૧૩ અને છ-૨ ગ્રેડમાં ૨૦૩૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, બંને ગ્રેડના મળી ગતવર્ષે ૨૧૪૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, ગતવર્ષની સરખામણીમાં આ વખતે ૩૫૨૬ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો, ગ્રામ્યમાં આ વખતે છ-૧ ગ્રેડમાં ૧૧૫૮ અને છ-૨ ગ્રેડમાં ૩૭૮૬ મળી કુલ ૪૯૪૪ વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષે છ-૧ ગ્રેડમાં ૧૦૪ અને છ-૨ ગ્રેડમાં ૧૫૩૮ મળી કુલ ૧૬૪૨ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, બંને ગ્રેડના મળી કુલ ૩૩૦૨ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં આ વખતે ૬૮૨૮ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં ૮૧ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ગુણ ધરાવતા આ વખતે ૬૮૨૮ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા હોવાથી ધોરણ-૧૧ સાયન્સમાં પ્રવેશ માટે ભારે ધસારો જાેવા મળશે. ગતવર્ષે ધોરણ-૧૧ સાયન્સમાં છેલ્લો પ્રવેશ ૬૦ ટકાની આસપાસ અટક્યો હતો. જાેકે, આ વખથે ૭૦ ટકાએ પ્રવેશ અટકે તેવી શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. જ્યારે ધોરણ-૧૧ સાયન્સમાં પ્રતિષ્ઠીત સ્કૂલોમાં પણ ભારે ઘસારો થશે. ધોરણ- ૧૧ સાયન્સમાં પ્રતિષ્ઠીત સ્કૂલોના પ્રવેશ ગત વર્ષે ૯૦ ટકાની આસપાસ અટક્યા હતા. જાેકે, આ વખતે તે ૯૪ ટકા આસપાસ અટકે તેવી શક્યતા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!