આજે ડોક્ટર્સ ડે : લોકોને રોગમુક્ત કરી નવું જીવન આપનાર વ્યક્તિ એટલે ડોક્ટર

0

દર વર્ષે આજે ૧લી જુલાઇ ડોક્ટર્સ ડે તરીકે ઉજવાય છે, ડોક્ટરને આપણે ત્યાં ઈશ્વરનો દરજ્જાે આપવામાં આવ્યો છે, ઈશ્વરનું બીજું સ્વરૂપ એટલે ડોક્ટર લોકોને રોગમુક્ત કરી નવું જીવન આપનાર વ્યક્તિ એટલે ડોક્ટર. પહેલી જુલાઈ ભારત દેશમાં ડોક્ટર દિન તરીકે ઉજવવામાં આવે છે. પહેલી જુલાઈ ૧૮૮૨ના રોજ બિહારના પટના શહેર માં જન્મ લેનાર બંગાળી ડો. બિધનચંદ્રની યાદમાં ડોક્ટર્સ દિન ઉજવવામાં આવે છે.  ૧૯૬૧માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પહેલી જુલાઈ ૧૯૯૧માં તેમનું અવસાન થયું. આમ પહેલી જુલાઈ તેમના જન્મ અને નિર્વાણ દિન ને ડોક્ટર દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ. આ દુનિયામાં અનેક ડોક્ટરો લોકોની સેવા માટે આ વ્યવસાયમાં આવેલા છે. તેમના માટે માનવ સેવા એ જ પ્રભુ સેવા મંત્ર રહયો છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાએ હાહાકાર મચાવ્યો. ત્યારે ડોક્ટરો ખડે પગે કોરોના દર્દીઓની સેવા કરતા રહ્યા. જેમાં અનેક ડોક્ટરોએ  જીવ ગુમાવ્યો. આમ છતાં અનેક ડોક્ટરોએ દર્દીઓની સેવા કરી હોવાનું જાણવા મળે છે. કોરોના જેવી મહામારી વચ્ચે ડોક્ટર જ ભગવાન સાબિત થયા કોરોનાના કપરા સમયમાં પોતાના પરિવાર અને સંબંધીઓ ને ભૂલીને ડોક્ટરોએ પોતાની ફરજ  બજાવી ત્યારે તેમની આ  ફરજને આજનો સમાજ યોગ્ય રીતે મૂલવે એ જરૂરી  છે. ડોક્ટર અનેક લોકોનું જીવન બચાવે છે આજે પણ ઘણા એવા ડોક્ટર છે જે લોકોના જીવનમાં આશાનો દીપક જલાવી રાખે છે. મનુષ્યના રૂપમાં કામ કરનાર ડોક્ટરને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે તેને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે. ડોક્ટર એટલે જીવન જીવવાની પદ્ધતિ.  ડોક્ટર એટલે એક એવા મિત્ર કે જે જન્મ અને મૃત્યું સમયે તમારી સામે હોય છે. ડોક્ટર માટે ક્યારેક એવો પણ સમય આવે છે કે જેમાં દર્દીઓ સાથે તેના કુટુંબીજનોને પણ સાંત્વના આપવી પડે છે. ડોક્ટર મિત્રની સામે વ્યક્તિ મન મોકળું કરીને વાત કરી શકે છે. ડોક્ટર દવાની સાથે-સાથે સાંત્વના પણ આપે છે જેથી મૃત્યુંની પથારીએ પડેલો વ્યક્તિ દોડતો થઈ જાય છે. ડોક્ટર એટલે ક્યારેય ના આથમતો સૂર્ય.  દિવસ હોય કે રાત કોઈપણ સમયે તે હંમેશાં દર્દીની સેવા માટે  તત્પર રહે છે. ડોક્ટર સમય આવ્યે દુશ્મન હોય તો તેની પણ સારવાર કરવા અચકાતો નથી. તેથી જ ડોક્ટરને ઈશ્વરનું બીજું રૂપ ગણવામાં આવે છે. માનવ જીવનને લગતી સમસ્યા અને તેમના દર્દને દુર કરે તેને ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે ડોક્ટર બનવા માટે સખત મહેનત કરવી  પડે છે ભણવાની મુસાફરી ખૂબ જ લાંબી છે ડોક્ટર બનવા માટે ખૂબ જ મહેનત અને ધીરજ રાખવી પડે છે ડોક્ટરનું જીવન ૩૬૫ દિવસ માટે દર્દીઓની સેવા કરવા માટે તત્પર રહેવું પડે છે. ઘણીવાર આપણને સમાચારપત્રોમાં જાણવા મળે છે કે ડોક્ટરને મારવામાં આવે છે તે યોગ્ય નથી ડોક્ટર તરીકેની ફરજ ક્યારેક નિભાવો તો આપણને ખ્યાલ આવે છે કે એમને માટે આ ફરજ કેટલી અઘરી હોય છે. આજના દિવસે તમામ લોકોને એક જ અપીલ કે સમાજમાં ડોક્ટરને સર્વશ્રેષ્ઠ સન્માન આપવામાં આવે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!