વિસાવદર તાલુકાનાં  લેરિયા ગામે આપની જનસંવેદના યાત્રા ઉપર ભાજપનાં કાર્યકરોએ હુમલો કર્યાનો આક્ષેપ

0

આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા દરમ્યાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આપના કાર્યકરો ઉપર હુમલો થવાની ઘટના સામે આવી હતી. ગઈકાલે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ઉપર વિસાવદરના લેરિયા ગામમાં હુમલો થયા બાદ વિસાવદર પોલીસ મથકમાં બન્ને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ઉપર હુમલો થવાની ઘટના સામે આવી હતી, ત્યાર બાદ આપના કાર્યકરોએ વિસાવદર પોલીસ મથકમાં અડીંગો જમાવ્યો હતો અને હુમલાખોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલો વિસાવદર પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી ચાલ્યો હતો.

પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી ગયો હતો

વિસાવદર ખાતે આપનાં કાર્યકર્તાઓ ઉપર હૂમલો થતા જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી ગયો હતો અને સમગ્ર મામલાને લઇને તપાસ હાથ ધરી હતી, ત્યારે ગઇ રાત્રિના સમયે વિસાવદર પોલીસ મથકમાં આપના કાર્યકરો દ્વારા હત્યા કરવાની કોશિશની ફરિયાદ તેમજ સામા પક્ષે માર મારવાની ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.

જન સંવેદના યાત્રામાં આપના મોટાભાગના નેતાઓની હાજરી

જનસંવેદના યાત્રામાં તાજેતરમાં જ પત્રકારમાંથી પોલિટિશિયન બનેલા ઈશુદાન ગઢવી, ઉદ્યોગપતિ મહેશ સવાણી અને જન અધિકાર મંચના પ્રમુખ અને આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં સામેલ થયેલા પ્રવિણ રામ સહિત અનેક કાર્યકરો યાત્રામાં જાેડાયા હતા. હુમલા સમયે આપના એક કાર્યકરને ગંભીર ઈજાઓ થઈ છે. જાેકે, સદનસીબે ઈશુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામને કોઈ ઈજા થઈ ન હતી.

ભાજપના કાર્યકરોનો હાથ હોવાનો કરાયો આક્ષેપ

લેરિયા ગામે થયેલા આ હુમલાને લઈને હવે રાજકીય ગરમાવો પણ જાેવા મળી શકે છે. આપના ટોચના નેતાઓએ હુમલા પાછળ ભાજપ અને ભાજપના કાર્યકરોનો હાથ અને દોરી સંચાર હોવાનો સ્પષ્ટ આક્ષેપ કર્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં સમગ્ર હુમલા બાદ પોલીસ ફરિયાદને અંતે પોલીસ આરોપીને હુમલાખોર તરીકે પકડી પાડે છે કે કેમ તેમજ હુમલામાં રાજકીય પક્ષોની સામેલગીરી છે કે નહીં તેને લઈને આગામી દિવસોમાં વધુ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે.

એક રાજકીય સ્ટંટ છે જેથી તેઓ લોકોની સહાનુભૂતિ મેળવી શકે : ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર

જૂનાગઢનાં વિસાવદર તાલુકાનાં લેરિયા ગામે આમ આદમી પાર્ટી ઉપર હુમલો થયો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ હુમલાનો આક્ષેપ ભાજપ ઉપર કર્યો હતો. ભાજપ તરફથી પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, આ એક રાજકીય સ્ટંટ છે. જેથી તેઓ લોકોની સહાનુભૂતિ મેળવી શકે. ફક્ત કેસરી ખેસ પહેરવાથી કોઈ ભાજપનો કાર્યકર ન હોય શકે. આમ છતાં આ ઘટનાની ન્યાયિક તપાસ થાય અને દોષિતોને સજા મળે તેવું ઇચ્છી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ જે કંઈ ભૂતકાળમાં કહ્યું તેને લઈને આ ઘટના ઘટી છે. પાર્ટીએ સારી ઇમેજ રાખીને પ્રતિનિધિ રાખવો જાેઈએ.

વિસાવદર પોલિસ સ્ટેશનના પટાંગણમાં આપના કાર્યકરો જમીન ઉપર સુતા રહ્યા

વિસાવદર પોલિસ સ્ટેશનના પટાંગણમાં આખી રાત સેંકડો આપ-કાર્યકરોના ધરણાં ચાલુ રહ્યા હતા અને જમીન ઉપર સુતા રહ્યા હતા. સેંકડો આપ-કાર્યકરોની જયાં સુધી એફઆઈઆર ન નોંધવામાં આવે ત્યાં સુધી વિસાવદર ભણી દોટ અવિરત રહી હતી. પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારમાં જયાં નજર નાખો ત્યાં ‘આપ’ની ટોપીવાળા કાર્યકરો જ દેખાય છે. મોટરકારોના પણ થપ્પા લાગ્યાં છે. ગઈકાલે મોડી રાત્રે સ્થાનિક ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ પણ ધરણાં ઉપર બેઠેલા આપ કાર્યકરોની મુલાકાત લીધી હતી. જયાં સુધી એફઆઈઆર ન નોંધવામાં આવે ત્યાં સુધી વિસાવદર પોલીસ સ્ટેશન બહાર આપના ધરણા ચાલુ રહેશે. રાત્રી દરમ્યાન સેંકડો કાર્યકર્તાઓ અને પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ તથા ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, મનોજભાઈ સોરઠીયા દ્વારા ધરણા ચાલુ રહ્યા હતા. ગઈકાલે રાત્રે જિલ્લા પોલીસ વડા પણ વિસાવદર આવ્યા હતા અને ફરિયાદ નોંધવા અંગેનું ગુંચવાયેલ કોકડું ઉકેલવા પ્રયાસો કરાયા હતા.

લેરિયાના હુમલાકાંડમાંઆપની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટ

લેરિયાના હુમલાકાંડના પગલે વિસાવદરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાનું જાણવા મળેલ છે. ‘આપ’ના નેતાઓ ઉપરના હુમલા અંગે મોડી રાત્રે ફરિયાદ લેવામાં આવી હતી. જેમાં વિડીયો ફૂટેજ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિસાવદરમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ અધિકારી સહિત કાફલાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બુધવારે વિસાવદરના લેરિયા ગામે વિસાવદર તેમજ ભેસાણ પંથકના ૫૦ જેટલા સરપંચોનો આમ આદમી પાર્ટીમાં જાેડાવાનો કાર્યક્રમ હતો. જાેકે પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીના જણાવ્યા પ્રમાણે તેઓ તેમજ સુરતના મહેશ સવાણી અને પ્રવિણ રામ સહિતના નેતાઓ તેમજ કાર્યકરો લેરીયા ગામે જન સંવેદના કાર્યક્રમમાં જતા હતા. પરંતુ લેરીયા ગામે ૭ થી ૮ કારના કાફલા સાથે પહોંચે તે પહેલા અજાણ્યા શખ્સો લાકડી સહિતના હથિયારો સાથે નેતાઓની કાર ઉપર તૂટી પડયા હતા. જેમાં ઇશુદાન ગઢવી સહિતના આગેવાનોએ કારમાં સીટ નીચે છુપાઇ જીવ બચાવ્યો હતો. આ બનાવ બાદ ‘આપ’ના નેતા વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા જ્યાં હુમલાખોરો સામે ફરિયાદ નોંધવા અને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા ઉપર બેસી ગયા હતા. હુમલાના પગલે એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપ જાડેજા તેમજ એલસીબી, એસઓજીના અધિકારીઓ વગેરે વિસાવદર દોડી ગયા હતા. જાે કે મોડી રાત્રે આપના નેતાઓ ઉપરના હુમલા સંદર્ભે ફરીયાદ લઇ ૧૩ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સામા પક્ષે આપની ત્રણ વ્યકિત સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ સવારે ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, હુમલા અંગે રજુ કરવામાં આવેલ વિડીયો, ફોટા વગેરેના આધારે ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.  દરમ્યાન આજે સવારે એસપી ફરી વિસાવદર દોડી ગયા હતા. વિસાવદરમાં કોઇ અપ્રિય બનાવ બંને નહિ માટે સ્થાનિક પોલીસ ઉપરાંત મેંદરડા, બીલખા, ભેંસાણ અને પોલીસ હેડ કવાર્ટસના પોલીસ જવાનોનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મોડી રાત્રે ફરિયાદ લેવામાં આવતા ‘આપ’ના નેતાઓ અને કાર્યકરોએ ધરણા સમેટી લીધા હતા. દરમ્યાન જૂનાગઢ વિસાવદરના લેરિયા ગામે આમ આદમી પાર્ટીના કાફલા ઉપર હુમલો થતા ખળભળાટ મચી ગયો છે. ઇસુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવીણભાઈ રામ ઉપર જાનલેવા હુમલો થયો હતો. ઇશુદાનભાઈ અને મહેશભાઈ સવાણીના ગાડીના કાચ તોડ્યા હતા. જેમાં ઇશુદાનભાઈ, મહેશભાઈ સવાણી અને પ્રવીણભાઈ રામનો આબાદ બચાવ થયો હતો. આપના એક કાર્યકર્તા ગંભીર રીતે ઘાયલ થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. વિસાવદર પાસે ‘આપ’ના ઇશુદાન ગઢવી, પ્રવીણ રામ, ઉદ્યોગપતિ મહેશ સવાણીના કાફલા ઉપર હુમલામાં મોટરના કાચનો ભુક્કો બોલી ગયો હતો. ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે. ઇશુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવીણભાઈ રામ સહિતનાએ વિસાવદરના લેરિયા ગામમાં થયેલો હુમલો ભાજપના કાર્યકરોએ કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ હોવાનો દાવો કરાયો છે. આ હુમલો ભાજપ પ્રેરિત હતો, ગુજરાતની હાલત બિહાર કરતાં પણ ખરાબ છે. ભાજપે હલકી રાજનીતિ કરી છે. ઈશુદાન ગઢવી અને મહેશભાઈ સવાણીએ આક્ષેપો કર્યા છે. આ હુમલો આમ આદમી પાર્ટી ઉપર નહીં પરંતુ ગુજરાતની જનતા ઉપર છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છે જનતા તેનો જવાબ દેશે હજુ તો ચૂંટણી આવી નથી ત્યાં જ ભાજપ દ્વારા આવી હલકી રાજનીતિ કરવામાં આવી રહી છે જે ગુજરાતના લોકો ચલાવી નહીં લે. હુમલાની ઘટના બાદ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે આપના હોદ્દેદારો દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!