જૂનાગઢ પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ પેરોલ જંપ આરોપી તથા વચગાળાના જામીન ઉપરના ફરાર આરોપીઓને ડ્રાઈવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા તથા આરોપીઓ શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લોસ્કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સૂચના આપેલ જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ એચ.આઇ.ભાટીના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લોસ્કોડના એ.એસ.આઇ. પ્રદીપભાઈ ગોહિલ, પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા, પો.કોન્સ પ્રકાશભાઈ અખેડ, પો.કોન્સ સંજયભાઈ ખોડભાયાની ટીમ દ્વારા ખાનગી રાહે હક્કીત મળેલ કે, જૂનાગઢ બી, ડીવીઝન ઇ.પી.કો.કલમ ૩૭૯ નો આરોપી ચિરાગ જયેશભાઈ મલ્લી(ઉ.વ.૩૦) રહે. મુળ માણાવદર હાલ રાજકોટ શાપર વેરાવળ વાળો જૂનાગઢ જાેષીપરા વિસ્તારમાં આવેલ શાક માર્કેટ પાસે આંટા ફેરા મારે છે જેને પકડી લઈ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોંપવામાં આવેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews