સોમનાથ મહાદેવ મંદિરનાં ગગનચુંબી શિખરે યાંત્રીક સિસ્ટમથી ભાવિકો સ્વહસ્તે ધ્વજારોહણ કરી શકશે

0

વિશ્વ પ્રસિધ્ધ અને ભારતના બાર જયોર્તિલીંગ પૈકીના પ્રથમ અને ધુધવતા સમુદ્ર તટે આવેલ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના ૧પ૧ ફુટ ઉંચા ગગનચુંબી શિખરે ભાવિકો સ્વહસ્તે ધ્વજા રોહણ કરી શકશે તેવી સિસ્ટમ આગામી દિવસો કે બે-ત્રણ મહિનામાં આવી રહી છે. આ સિસ્ટમથી મંદિર શિખરે ધજા ચઢાવવાના ભાવિકો મંદિર ભૂમિ ઉપર ઉભા રહી ધ્વજા ચઢાવવાની દોરી પકડી ધજા શિખર ઉપર ચઢે ત્યાં સુધી સ્વહસ્તે પોતે ધ્વજા ચઢાવ્યાની દિવ્ય અનુભૂતિ કરી શકશે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે કે, આ યાંત્રિક સિસ્ટમથી ચઢનારી ધજા ભાવિક ખુદ જાતે જ શિખર સુધી રવાના કરશે અને ત્યાંથી આગલી ધજા ફરી મંદિર પરિસરમાં આવશે. સમગ્ર પ્રોજેકટ સહયોગમાં ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષનું ભકિતમય યોગદાન છે. આ અંગે સોમનાથ મંદિર ખાતે સર્વે પણ થઈ ચુકયો છે અને સિસ્ટમ અંગેની કાર્યવાહી ગતિમાં છે. આ પ્રકારની ધજારોહણ સિસ્ટમ ખોડલધામ ખાતે કાર્યરત છે. ૧૯પ૧માં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ છેલ્લા ૭૦ વરસથી દરીયાના સુસવાટા પવન, વરસાદનો પવન પક્ષીઓ તથા સીડીને બદલે પોતાની ચપળતાથી સોમનાથ ટ્રસ્ટના  કર્મચારી જાેખમ વેઠીને પણ આ પ્રભુકાર્ય શિવભકિત સ્વરૂપે બજાવી રહ્યા છે. હાલ સોમનાથ ખાતે ભાવિક ધજા લખાવે એટલે તેના નિયત દિવસ-સમયે મંદિર પરીસરમાં ભાવિક સપરીવાર મંદિરના પુજારીઓના મંત્રોચ્ચારથી પૂજન વિધી થાય છે અને જે સંપન્ન થયા બાદ મંદિરના કર્મચારી મંદિરના શિખરે ધજા ચઢાવવા ઉપર જાય છે અને ભાવિકો આ ચઢતી ધજા કે ચઢેલી ધજા મંદિરના પટાંગણમાં નિહાળી હર હર મહાદેવના ગગનભેદી સુત્રોચ્ચાર કરી ધજાને વંદન કરે છે પરંતુ હવે ભાવિકોના હાથેથી જ ધજા શિખર ઉપર ચઢે તેવી સિસ્ટમ ગોઠવાશે. કદાચ ગુજરાતના જયોર્તિલીંગમાં વિકાસલક્ષી વિઝન, ર્દિઘદ્રષ્ટા પ્રવિણભાઈ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા પરમ શિવ ભકત ખોડલધામ ટ્રસ્ટ અધ્યક્ષને આનો સંપૂર્ણ યશ જાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!