જૂનાગઢનાં ખ્યાતનામ સ્ટુડીયો સરસ્વતી વેબનું નવું સાહસ એટલે ઓટીટી ઉપર પર્દાપણ

0

આપણું જૂનાગઢ શહેર અને તેનાં માનવીઓ તેમની અદભૂત કલાકૌશલ્ય, વિશેષતાઓને કારણે જૂનાગઢ સોરઠ, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત તેમજ દેશ-વિદેશમાં પણ ખ્યાતિ પ્રાપ્ત બન્યા છે અને હજુ પણ બનતા રહેશે ત્યારે જૂનાગઢ શહેરમાં ઓડીયો વિડીયો તેમજ આલ્બમ ક્ષેત્રે ક્રાંતિકારી કદમ ઉઠાવી અને અનેક ઉભરતા ચહેરાઓને સંગીતની દુનિયામાં તેમજ આલ્બમમાં અભિનય આપવા પ્રેરીત કરનારા અને ત્રણ દાયકા ઉપરાંતની લાંબી સફરનાં અંતે સર્વત્તમ સિધ્ધિ પ્રાપ્ત કરનારા સ્ટુડીયો સરસ્વતીનાં સ્થાપક મનોજભાઈ જાેબનપુત્રા અને તેમની ટીમનું નવું સાહસ શરૂ થઈ રહયું છે. સ્ટુડીયો સરસ્વતી વેબ આવતીકાલથી ઓટીપી પ્લેટફોર્મ ઉપર પોતાનાં મકકમ ડગ માંડી રહેલ છે. આવતીકાલે મનોજભાઈ જાેબનપુત્રાનાં માતૃશ્રી હીરાબેન નાનુભાઈ જાેબનપુત્રાનાં હસ્તે સ્ટુડીયો સરસ્વતી વેબ અંતર્ગત ઓટીપી પ્લેટફોર્મ ઉપર એપ્લીકેશન લોન્ચનું લોકાર્પણ કરવામાં આવી રહેલ છે ત્યારે મનોજભાઈ જાેબનપુત્રા અને સ્ટુડીયો સરસ્વતીનાં ચાહકો, સ્નેહીમિત્રો, પરીવારજનો અને મહાનુભાવોએ આ નવા સાહસ શરૂ કરવા બદલ શુભકામના તેમજ અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે જૂનાગઢમાં સર્કીટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સ્ટુડીયો સરસ્વતી વેબનાં ફાઉન્ડર મનોજભાઈ એન. જાેબનપુત્રા તથા એમડી નેવીલ એમ. જાેબનપુત્રા તેમજ મહેમુદ બેલીમભાઈ અને ટીમની ઉપસ્થિતિ રહી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મનોજભાઈ જાેબનપુત્રા, નેવીલ જાેબનપુત્રા અને મહેમુદભાઈ બેલીમે સ્ટુડીયો સરસ્વતીની ઓટીટી પ્લેટફોર્મ ઉપરની એપ્લીકેશન લોન્ચ થઈ રહેલ છે તે અંગેની વિસ્તૃત વિગતો આપી હતી. આ તકે પ્રિન્ટ અને ઈલેકટ્રોનીકસ મિડીયાનાં મિત્રો ખાસ ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમનું સમગ્ર સંચાલન મહેમુદભાઈ બેલીમે કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે માણસ નિષ્ઠા અને પ્રમાણીકતાથી મહેનત કરે તો શૂન્યમાંથી સર્જન કરી શકે છે. મહાનગરોની સપેકસમાં પ્રમાણમાં નાનુ અને અલ્પ વિકસીત જૂનાગઢ શહેરમાં આજથી ત્રીસ વર્ષ પહેલા ગામડે ગામડે ફરી ઓડીયો કેસેટનું વેંચાણ કરતા મનોજભાઈ જાેબનપુત્રા આજે સ્ટુડીયો સરસ્વતીનાં સ્થાપક તરીકે દેશ-વિદેશમાં લોકચાના પ્રાપ્ત કરી સફળતાનાં શિખરો સર કરી રહયા છે. સોરઠની લોક સંસ્કૃતિને પહેલા ઓડીયો સ્વરૂપે અને પછી વિડીયો સ્વરૂપે લોકો સુધી પહોંચાડી અને લોકપ્રિય બનાવી મનોજ જાેબનપુત્રાએ ભારતીય સંસ્કૃતિની અનોખી સેવા કરે છે. નારાયણ સ્વામી, દિવાળીબેન ભીલ, પ્રાણલાલ વ્યાસ અને ભીખુદાન ગઢવીથી લઈ અનેક નાના-મોટા કલાકારોને વિડીયો આલ્બમ થકી અને સોશ્યલ મિડીયાનાં માધ્યમથી વિશ્વ કક્ષાએ ડાયરા, ભજનો, સંતવાણી અને લોકસાહિત્ય પીરસી સ્ટુડીયો સરસ્વતીએ ડીજીટલ યુગમાં ક્રાંતિ સર્જી છે. છેલ્લા પાંત્રીસ વર્ષથી લોક સંગીતનાં રેકોર્ડીંગ અને ઓડીયો-વિડીયો આલ્બમથી દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર સ્ટુડીયો સરસ્વતી આજની ટેકનોક્રેટ અને યુવા પેઢી માટે ડીજીટલ યુગમાં પણ જબરદસ્ત એન્ટ્રી કરે છે.યુ ટયુબ ચેનલ ઉપર ૬ર લાખથી વધુ ચાહકો ધરાવતા સ્ટુડીયો સરસ્વતી હવે ઓ.ટી.ટી. પ્લેટફોર્મ ઉપર પણ પ્રવેશ કરે છે અને એક અન્ડર વર્લ્ડ ડોનનાં નકલી એન્કાઉન્ટર ઉપરની થ્રિલમ ફિલ્મ ‘ઉદ્વમ’ સામે ઓ.ટી.ટી. પ્લેટફોર્મ ઉપર પણ ધૂમ મચાવશે તે નિશ્ચિત છે. આજે છેલ્લા દોઢ વર્ષથી કોરોના અને લોકડાઉનના કારણે દર્શકો મનોરંજન મેળવવાથી વંચિત રહી ગયા છે અને માત્ર ઓ.ટી.ટી. સ્તરે દેશભરમાં ફિલ્મો અને વેબ સીરીઝ લોકપ્રિય બની રહયા છે ત્યારે સ્ટુડીયો સરસ્વતી વેબ દર્શકોને પસંદ પડશે જ તેવી આશા સ્ટુડીયો સરસ્વતીના સ્થાપક મનોજ જાેબનપુત્રા અને મેનેજીંગ ડીરેકટર નેવીલ જાેબનપુત્રાએ વ્યકત કરી છે. જૂનાગઢ ખાતે આવતીકાલે સ્ટુડીયો સરસ્વતી વેબ ઉપર ઓટીટી પ્લેટફોર્મ ઉપર લોન્ચ કરવામાં આવી રહેલ છે ત્યારે આ ઓટીટી પ્લેટફોર્મ ઉપર સૌ પ્રથમ વેબસીરીઝ ‘ઉદ્વમ’ આગામી તા. ૧પ-૭-ર૧નાં રોજ મુકવામાં આવશે. આ અન્ડર વર્લ્ડ ડોનનાં નકલી એકાઉન્ટર ઉપરની થ્રીલર ફિલ્મ ‘ઉદ્વમ’માં ઉત્તરપ્રદેશ વિસ્તારની ક્રાઈમ સ્ટોરી ઉપરથી વાર્તા પટકથા લેવામાં આવેલ છે. અન્ડર વર્લ્ડનાં ડોનને ઉપસાવતી તેમજ સાથે જ પોલીસની કામગીરીને પણ અસરકારક આ એકશન થ્રિલર ફિલ્મ ઉદ્વમમાં દર્શાવવામાં આવી રહેલ છે. આ થ્રિલર ફિલ્મની ખાસ વિશેષતા એ છે કે તેમાં જૂનાગઢનાં જ કલાકારો મહત્વની ભૂમિકા સાથે અભિનયનાં ઓજસ પાથરી રહયા છે. મનોજભાઈ જાેબનપુત્રા તેમજ નેવીલભાઈ જાેબનપુત્રા અને મહેમુદ બેલીમભાઈ તેમજ સુરેશભાઈ ગોંડલીયા અને તેમની ટીમ દ્વારા ખુબ જ મહેનત લઈ અને આ ઉદ્વમને બનાવવામાં આવી છે. દર્શકોને જે જાેઈએ તે મુખ્ય મનોરંજન, હાસ્ય, એકશન, થ્રિલર તેમજ વર્તમાન સમયનાં પ્રવાહોને સાંકળતી તમામ બાબતોને આવરી લઈ ઉદ્વમ બનાવવામાં આવી છે. અને તે દર્શકોને પસંદ પડશે જ તેવો વિશ્વાસ પણ વ્યકત કરવામાં આવ્યો હતો. સ્ટુડીયો સરસ્વતી જયારે વેબ ઓટીટી પ્લેટફોર્મ ઉપર મુકાય છે ત્યારે એક જ સ્થળેથી જાેનારને સોંગ, મુવી, હાસ્ય તમામ પ્રકારનાં મુવી, વેબ સીરીઝો વગેરે પણ જાેવા મળશે અને આ ક્ષેત્રને વધુને વધુ વિકસાવવાની નેમ પણ સ્ટુડીયો સરસ્વતીનાં ડાયરેકટરે વ્યકત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!