ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો ધરાવતા જૂનાગઢનું મ્યુઝીયમ એક ઘરેણું છે, જૂનાગઢનું ગૌરવ છે. આ મ્યુઝીયમને પુરતી જગ્યા ફાળવવા સાથે બ્યુટીફીકેશન કરી લોકો માટે વિશેષ આકર્ષણ ઉભુ કરાશે. જિલ્લા કલેક્ટર રચિત રાજે મ્યુઝીયમની મુલાકાત લઇ પુરતી જગ્યા ફાળવવા સાથે તેના બ્યુટીફીકેશનની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. અહીં ફાઉન્ટન બનાવવા સાથે લેન્ડ સ્કેપીંગ કરાશે, ડિશેબલ પર્સન માટે ટોયલેટ બ્લોક બનાવવા તેમજ મ્યુઝીયમને કેમ્પસ તરીકે વિકસાવવા તેમણે જણાવ્યું હતું. ઇ.સ. ૨ જી સદીથી ૧૯૪૭ સુધીનાં નવાબી કલેક્શનની સમુધ્ધી ધરાવતા આ મ્યુઝીયમમાં ૯ વિભાગ છે. ચાંદીકલા વિભાગ, હથીયાર, ટેકસટાઇલ વિભાગ મીનીયેચર પેન્ટીંગ સહિત તમામ વિભાગની મુલાકાત લઇ જિલ્લા કલેક્ટર રચિત રાજે ક્યુરેટર કીરણ વરીયા પાસેથી મ્યુઝીયમની તલસ્પર્શી વિગતો મેળવી હતી. મ્યુઝીયમને ઓરીજનલ લુક આપવા સાથે ડેવલપ કરવા પુરાતત્વના સંરક્ષણનાં નિયમોની આધીન મ્યુઝીયમની જાળવણી કરવા સહિતની બાબતો અંગે જિલ્લા કલેક્ટરે રસપૂર્વક ક્યુરેટર સાથે ચર્ચા કરી મ્યુઝીયમને વિકસાવવા જણાવ્યું હતું. મ્યુઝીયમમાં ફોટો રાફટીંગ અને વિડીયોગ્રાફીની કામગીરી ચાલે છે. મ્યુઝીયમની મુલાકાત પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર અંકીત પન્નુ, નિવાસી કલેક્ટર ડી.કે. બારીયા, ચીટનીશ સીધ્ધાર્થ ત્રિવેદી સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા.
મ્યુઝીયમના દરેક પ્રદર્શન શોકેસના કાચ બુલેટ પ્રુફ
નવાબી વસ્તુઓનાં સંગ્રહથી સમુધ્ધ જૂનાગઢના મ્યુઝીયમનાં દરેક પ્રદર્શન બોર્ડના કાચ બુલેટપ્રુફ છે. જિલ્લા કલેક્ટર રચિત રાજની મુલાકાત પ્રસંગે આ બાબત જણાવી ક્યુરેટર કિરણ વરીયાએ કહ્યું કે, સંગ્રહાલયની એક-એક કિંમતી વસ્તુઓની જાળવણી માટે બુલેટપ્રુફ કાચનો ઉપયોગ કરાયો છે. સુરક્ષા સાથે કિંમતી વસ્તુઓની જાળવણીનો પણ ઉદેશ છે. મ્યુઝીયમમાં સોના-ચાંદીના કિંમતી આર્ટીકલ્સ તેમજ અહીંના એક-એક આર્ટીકલ્સ ખુબ કિંમતી છે. તેની સુરક્ષા માટે હેવી શોકેસ અને બુલેટપ્રુફ કાચ ઉપયોગમાં લેવાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews