જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા જુલાઇ મહિનામાં ઓનલાઇન ભરતી મેળા યોજાશે

0

જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા જુલાઇ મહિનામાં ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં રોજગારવાંચ્છુ યુવાનોને વિમા સલાહકાર, સ્યેર પ્રમોટર, ફીલ્ડ ઓફિસર, સેલ્સ એન્ડ માર્કેટીંગમાં કામ કરવાની તક મળશે. યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કં.લી.-જૂનાગઢ, જગ્યાનું નામ- વિમા સલાહકાર, લાયકાત- ધો.૧૦ પાસ, ઉમર-૧૮ થી ૪૫ વર્ષ, ક્યુસ કોર્પો.લી. અમદાવાદ, જગ્યાનું નામ- સ્ટોર પ્રમોટર ,લાયકાત- ધો.૧૨ પાસ, ઉમર-૧૮ થી ૩૭ વર્ષ, તરાશના ફાઇનાન્સીયલ સર્વિસ લી. અમદાવાદ, જગ્યાનું નામ-ફીલ્ડ ઓફિસર ,લાયકાત- ધો.૧૨ થી સ્નાતક પાસ, ઉમર-૧૮ થી ૨૯ વર્ષ (ફક્ત પુરૂષો માટે), સ્પાયર જાેબ એન્ડ સોલ્યુશન્સ, રાજકોટ, જગ્યાનું નામ-સેલ્સ એન્ડ માર્કેટીંગ, લાયકાત બીબીએ પાસ, ઉમર-૧૮ થી ૩૦ વર્ષ માટે  ભરતી મેળો યોજાશે. આ ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેવા માટે તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ નીચે આપેલ લીંક ઉપર પોતાની તમામ વિગતો ભરવાની રહેશે. તથા આપેલ લીંક ઉપર નોકરીદાતાની વિગતો આપવામા આવેલ છે અને નોકરીદાતા દ્વારા ડીઝીટલ માધ્યમ/ટેલીફોનીક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા જૂનાગઢ રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે. ભરતીમેળાની લીંક – https://forms.gle/zdZAJYFW5xLZ6b1x7

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!