તાઉતે વાવાઝોડાએ દરીયાઇ કાંઠાના ૪ હજાર વસ્તી ધરાવતા ખત્રીવાડા ગામના શ્રમીક વર્ગના ગ્રામજનોને ભારે નુકશાની બાદ પણ ઘર વખરી સહાય નહીં ચૂકવાતા સમગ્ર ગામના લોકો આજે ઉના તાલુકા પંચાયત કચેરીમાં આવી સરકાર અને અધિકારી સમગ્ર ભારે સૂત્રોચ્ચાર બોલાવી છત છે એમને સહાય મળી છત નથી તેને સહાયની ફુટી કોડી પણ નહીં ચૂકવાયેલ હોવાના ગંભીર આક્ષેપ સાથે મહિલા, બાળકો, યુવાનોએ ભારે હલ્લાબોલ મચાવી દેકારા સાથે પંચાયત ગ્રાઉન્ડમાં તા.પં.કચેરીના પ્રમુખ પતિ સામતભાઇ ચારણીયાનો ધેરાવ કરતા અને સહાય અંગે ઉગ્ર રજૂઆત કરેલ આ તકે પ્રમુખએ માંગણી સ્વીકારી ટૂંક સમયમાં તાલુકા વિકાસ અધિકારીને ગામની મુલાકાત લઇ ઘટતું કરવા ખાત્રી આપી હતી. તાઉતે વાવાઝોડાના કારણે અતિ વરસાદ અને પવનના કારણે ધણા મકાનોને નુકશાન થયેલ તેનું સર્વે કરી નુકસાન વળતર આપવા માંગણી કરેલ સરકારની ગાઇડલાઇન મુજબ અરજી આપવા છતાં દોઢ માસથી વધુ સમય પછી પણ સહાય નહીં ચૂકવાતા આર્થિક નબળા વર્ગના લોકો પારાવાર યાતના ભોગવતા હોવા છતાં બાકી રહેલા લોકોનો સર્વે ન થતાં ગ્રામ લોકોએ કચેરીમાં હલ્લાબોલ મચાવેલ અને ધરણા ઉપર બેસી જતાં અધિકારીઓએ પોતાના મોબાઇલ બંધ કરી દીધેલ અને દરવાજાને તાળા મારી દેતા અસરગ્રસ્ત પરીવારોમાં ભારે રોષ સાથે કચેરીનો ઘેરાવ કરેલ હતો અને સંતોષ પૂર્વક માંગણી સ્વીકારવા આગ્રહ કરેલ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews