ભાજપ સરકારના શાસનમાં મોંઘવારી અને ભાવવધારાને કારણે પ્રજા પાયમાલ થઈ રહી છે. પેટ્રોલ ડીઝલ રૂા.૧૦૦ની નજીક પહોંચી ગયું છે. ગેસ સિલિન્ડર રૂા.૮પ૦, તેલ રૂા.રપ૦૦નો ડબ્બો પહોંચી ગયો છે. ત્યારે મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ સામાન્ય અને મધ્યમવર્ગના નાગરિકો અને પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસના ૩૩ જિલ્લા, ર૪૩ તાલુકા સ્થળે અને ૮ મહાનગરોમાં જનચેતના અભિયાન શરૂ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન ચેતના’’ અભિયાનની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કપરા સમયમાં સરકારના અણઘડ વહીવટ અને ખોટી નીતિઓને કારણે લાખો લોકોના મોત થયા, ધંધા વેપાર ચોપટ થયા, લોકો આર્થિક રીતે પાયમાલ થયા. તમામ રીતે ત્રાહિમામ પ્રજા એક બાજુ મહામારી મંદી અને મોઘવારીથી ત્રસ્ત છે. અને એવા સમયમાં ભાજપ સરકાર અને એના શાસકો મોટા ઉત્સવ અને રાજકીય એજન્ડામાં મસ્ત છે. પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો થયો છે એના પ્રતિક સ્વરૂપે સાયકલ યાત્રાઓ કરવામાં આવશે. અને સાથે સાથે પેટ્રોલ પંપો ઉપર આ ભાવવધારો પાછો ખેચવા માટે સહી ઝુંબેશ પણ ચલાવવામાં આવશે. જનચેતના અભિયાન ૧૦ દિવસ દરમ્યાન સમગ્ર ગુજરાતમાંના તમામ વિસ્તારોમાં આ કાર્યક્રમોના માધ્યમથી જન ચેતના પણ આવશે અને સાથે સાથે લોકોનો જે આક્રોશ છે જે વ્યથા છે એને વાચા આપવાનું કામ પણ થશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews