સ્કૂલો દ્વારા પુરી ફી વસુલવામાં આવી રહી હોય વાલી મંડળમાં સરકાર સામે ભારે નારાજગી

0

કોરોના મહામારીના કપરા કાળમાં રાજ્યમાં સવા વર્ષ જેટલા સમયથી શાળાઓ બંધ જેવી હાલતમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ થકી અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે. કોરોનાની અસર અનેક ધંધા-રોજગાર અને સેવાઓ ઉપર થતાં લોકોની આર્થિક સ્થિતિ કથળી છે. જેના કારણે લોકો શાળાકોલેજમાં પ૦ ટકા ફી ઘટાડાની માંગ કરી રહ્યા છે. જ્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલ ફીમાં રપ ટકા ઘટાડો કરવાની જાહેરાત શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. જાે કે, શિક્ષણમંત્રીની આ જાહેરાત માત્ર પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે રપ ટકા ફી ઘટાડાનો અમલ થાય તે પહેલાં તો અનેક સ્કૂલોએ પ્રથમ સત્રની ફી પણ ઉઘરાવી લીધી છે. આમ, ખાનગી શાળાઓ ફરી મનમાની કરતી જાેવા મળી છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિની અસરોને જાેતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ થોડા દિવસ અગાઉ તમામ વિદ્યાર્થીઓની ફીમાં ૨૫ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કર્યાને ૧૦ દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. જેનો સીધો ફાયદો ખાનગી સ્કૂલો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈપણ પરિપત્ર ન હોવાને કારણે સ્કૂલોએ નિયત કરેલી ફી ઉઘરાવવાની શરૂઆત કરી છે. વાલીઓ પણ ફરિયાદ કરવા ડીઈઓ કચેરી જાય ત્યારે ફરિયાદની જગ્યાએ જે વાલીની ફરિયાદ હોય એ એનું પૂરતું જ નિવારણ લાવવામાં આવે છે. જ્યારે કેટલીક સ્કૂલોએ પ્રથમ સત્રની તો કેટલીક સ્કૂલોએ ૩ મહિનાની ફી ઊઘરાવી છે. સ્કૂલોમાં વાલીઓ દ્વારા ફી માફી માટે કહેવામાં આવે ત્યારે તેમને પરિપત્ર આવ્યા બાદ ફી માફી માટે જણાવી દેવામાં આવે છે. શિક્ષણમંત્રી સ્કૂલ-સંચાલકોને સાચવવામાં વાલીઓને ફી માફીનો આપેલો વાયદો ભૂલી ગયા છે, જેને કારણે ખાનગી સ્કૂલો બેફામ બની ફી ઊઘરાવી રહી છે. આ મામલે ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઘણી સ્કૂલોએ ફી માફ કરી નહોતી. આ વર્ષે પણ ફી માફીની માત્ર જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રીની જાહેરાત બાદ કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી, જેથી સ્કૂલો દ્વારા પૂરી ફી વસૂલવામાં આવી રહી છે. સરકાર વાલીઓને લોલીપોપ આપી રહી છે, જ્યારે સંચાલકોને વહાલી થવા હજુ પરિપત્ર જાહેર કરતી નથી, જેનો ફાયદો સંચાલકો ઉઠાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!