કેશવ ક્રેડીટ તથા સહકાર ભારતી જૂનાગઢ દ્વારા તા.૩/૭/ર૦ર૧ને શનિવારના રોજ પ્રેરણાધામ ભવનાથ ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર દિન ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેશવ ક્રેડીટ સોસાયટીના ચેરમેન છગનભાઈ પેથાણી, સહકાર ભારતી જૂનાગઢ વિભાગના સંયોજક તથા કેશવ ક્રેડીટના મેનેજીંગ ડીરેકટર નરેન્દ્રભાઈ ભુત, સહકાર ભારતી ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચીયા તેમજ સહકાર ભારતી ગુજરાતના વરીષ્ઠ કાર્યકર્તા જીતુભાઈ વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સહકાર ધ્વજ ફરકાવવામાં આવેલ ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સહકાર દિન વિશે વિનોદભાઈ બરોચીયાએ વિસ્તૃત માહિતી આપેલ હતીે. કાર્યક્રમનું સંચાલન કેશવ ક્રેડીટના જનરલ મેનેજર સમીરભાઈ જાેષીએ કર્યું હતું.
કેશવ ક્રેડીટના કર્મચારીઓનો અભ્યાસ વર્ગ યોજાયો
કેશવ ક્રેડીટ સોસાયટીના તમામ કર્મચારીઓ માટેનો તાલીમ વર્ગ (અભ્યાસ વર્ગ) તા.૩/૭/ર૦ર૧ને શનિવારના રોજ પ્રેરણાધામ ભવનાથ ખાતે આખા દિવસનો યોજવામાં આવ્યો હતો. આ અભ્યાસ વર્ગમાં સોસાયટીની રર શાખાઓ તથા હેડ ઓફીસ સહીત કુલ ૯૮ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ વર્ગમાં સોસાયટીના ચેરમેન છગનભાઈ પેથાણી, મેનેજીંગ ડીરેકટર નરેન્દ્રભાઈ ભુત, સોસાયટીના સ્થાપક ચેરમેન વિનોદભાઈ બરોચીયા અને ડીરેકટર ભીખુભાઈ પાંભર, ધીરૂભાઈ શીશાંગીયા, ગોવિંદભાઈ તાળા તેમજ સહકાર ભારતી ગુજરાતના વરીષ્ઠ કાર્યકર્તા જીતુભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. અભ્યાસ વર્ગનું સંચાલન જનરલ મેનેજર સમીરભાઈ જાેષીએ કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews