જૂનાગઢના અધિક નિવાસી કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા એલ.બી. બાંભણીયા

0

જૂનાગઢના અધિક નિવાસી કલેક્ટર તરીકે એલ.બી. બાંભણીયાએ તેમના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. ગોધરાથી બદલી થઇને અવેલા એલ.બી. બાંભણીયાએ ગોધરા ૧ વર્ષ અને બનાસકાંઠામાં ૪ વર્ષ અધિક નિવાસી કલેકટર તરીકે પ્રશંસનીય ફરજ બજાવી છે. શ્રી બાંભણીયાએ ૪ વર્ષ ડભોઇ ખાતે અને સાડા ત્રણ વર્ષ જામનગર પ્રાંત તરીકે પણ ફરજ બજાવી છે. એલ.બી. બાંભણીયા સાડા ત્રણ વર્ષ મનોરંજન કર કમિશ્નર તરીકે રાજકોટ ઉપરાંત પોણા ત્રણ વર્ષ ઉના અને સાડા ચાર વર્ષ ભાણવડ મામલતદાર તરીકે પણ ફરજ બજાવી છે. મહેસુલ વિભાગનો વિશાળ અનુભવ ધરાવતા શ્રી બાંભણીયાનું કલેક્ટર કચેરી ખાતે ચાર્જ સંભાળતા સ્વાગત કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!