માણાવદરમાં પ્રજાપતિ સમાજ ખાતે જન સંવેદના કાર્યક્રમ યોજાયેલ હતો. માણાવદર તાલુકા તેમજ શહેરમાંથી અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જાેડાયેલ હતા. તેમજ પાલિકાનાં પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમાની આપનાં નેતા ઈશુદાન ગઢવીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ખરેખર માણાવદર શહેર તેમજ તાલુકાની પ્રજા ગુજરાતના અણઘડ વહીવટથી ત્રાહિમામ છે. હવે તો જાેવાનું રહ્યું કે, સમજું પ્રજા ભાજપને જાકારો આપશે કે શું ? આ શુભેચ્છા મુલાકાતમાં માણાવદરના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન મકવાણા, જેન્તીભાઈ પનારા, મુસાભાઇ સોલંકી અને સરદારગઢના સામાજીક કાર્યકર દિનેશભાઈ વાઢેર તેમજ સ્ટેશન પ્લોટ વિસ્તારના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતમાં એવું લાગે છે કે, માણાવદર મત વિસ્તારના લોક સેવક અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ર્નિમળસિંહ ચુડાસમા ટુંક સમયમાં પોતાના હજારો કાર્યકરોને સાથે લઈને આમ આદમી પાર્ટીમાં જાેડાય જાય તેવા એંધાણ જાેવા મળી રહ્યા છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews