માંગરોળ તાલુકાનાં ઢેલાણા ગામે મહિલાની કરપીણ હત્યા : આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન

0

માંગરોળથી ૭ કિમી દૂર આવેલા ઢેલાણા ગામે રહેતા અને મજુરીકામ કરતા નરેન્દ્રભાઈ સોલંકી તથા પરિવારના બીજા પુરૂષો કામ ઉપર ગયા હતા. ત્યારે બપોરે ૨ વાગ્યાના અરસામાં ઘરમાં આરામ કરી રહેલી મહિલાઓને બાળકોએ ઢંઢોળીને કહ્યું, “મારી માને મારે છે”. આથી ઘરની મહિલાઓએ ઘરમાંથી બહાર આવીને જાેતાં ડેલી પાસેજ નરેન્દ્રભાઈના પત્ની ભારતીબેન લોહી નિંગળતી હાલતમાં જાેવા મળ્યા હતા.  આથી તાબડતોબ બીજા પરિવારજનોને જાણ કરી ૧૦૮માં માંગરોળ સરકારી હોસ્પિટલે ખસેડાઇ હતી. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે પોલીસે પંચનામું કરી નિવેદનો લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ભારતીબેનને કોઇએ માથામાં કુહાડી જેવા ધારદાર હથિયારના ત્રણેક ઘા મારી દેતાં તેમનું મોત નિપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. મૃતકને સંતાનમાં ૮ વર્ષનો પુત્ર અને ૫ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે ડિવાયએસપી જે.ડી. પુરોહીત, સીપીઆઈ ગોહિલ, પીએસઆઈ સોલંકી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. દરમ્યાન ગઈકાલે બપોર બાદ આ બનાવ અંગે મૃતક મહિલાનાં પતિ નરેન્દ્રભાઈ ઉર્ફે નંદો રાજાભાઈ સોલંકી(ઉ.વ.૩૮)એ મનસુખભાઈ પીઠાભાઈ રહે.ઢેલાણા વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીની પત્ની ભારતીબેન(ઉ.વ.૩પ)ને ત્રણેક વર્ષ પહેલા અનૈતિક સંબંધો હોય જેની ફરિયાદીને જાણ થતા ફરિયાદી માંગરોળ રહેવા જતા રહેલ બાદમાં તેનાં બા મરણ જતા ઢેલાણા ગામે આવેલ અને બાદમાં ત્યાં રહેતા હોય આ દરમ્યાન આરોપી મનસુખભાઈ પીઠાભાઈ ફરિયાદીની પત્નીને ધરાર સંબંધ રાખવા દબાણ કરતો હોય અને ભારતીબેન સંબંધ રાખવા માંગતા ન હોય જેનું મનદુઃખ રાખી આરોપીએ કુહાડીનાં ઘા ઝીંકી ભારતીબેનનું મોત નિપજાવ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૦ર અંતર્ગત ગુનો દાખલ કરેલ છે અને આરોપીને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!