Monday, September 25

સુરત, સુરેન્દ્રનગર અને ખેડાના સાંસદ સાથે મોદી કેબિનેટમાં ગુજરાતનાં કુલ સાત સાંસદોનું પ્રતિનિધિત્વ

0

ગુજરાતી વડાપ્રધાન અને ગુજરાતી ગૃહમંત્રી ધરાવતા મોદી સરકારની કેબિનેટમાં ગુજરાતના ત્રણ નવા સાંસદોને સ્થાન મળતા મોદી કેબિનેટમાં કુલ ગુજરાતી સાંસદોની સંખ્યા ૭ થઈ ગઈ છે. નવા ત્રણ સાંસદોમાં સુરત લોકસભાના સાંસદ દર્શનાબેન જરદોશ, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. હાલ મોદી કેબિનેટમાં ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ એસ.જયશંકર, પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા જવાબદારી નિભાવી રહ્યા છે. હવે આજે નવા ત્રણ સાંસદોનો સમાવેશ થતાં કેબિનેટમાં ગુજરાતના કુલ સાંસદોની સંખ્યા ૭ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાના ર૬ અને રાજ્યસભાના ૮ મળી કુલ ૩૪ સાંસદો ગુજરાતના છે. તેમાંથી સાત સાંસદોને મોદી કેબિનેટમાં સ્થાન મળતા દિલ્હીમાં ગુજરાતની સૌથી વધુ સાત સાંસદો પ્રતિનિધિત્વ કરશે. ખેડા લોકસભા વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણ ૧૯૮૯થી ર૦૦ર સુધી ઓલ ઈન્ડિયા રેડિયોમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા. હાલ તેઓ ૧૬મી લોકસભાના ખેડા વિસ્તારના સાંસદ છે અને હવે કેબિનેટમાં સ્થાન પામ્યા છે. વ્યવસાયે તબીબ અને સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠકના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૬૮ના રોજ જન્મેલા ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ચુવાળીયા કોળી સમુદાયમાં લોકચાહના ધરાવે છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરથી પહેલી જ વખત ચૂંટણી લડતા ભાજપના ડો. મહેન્દ્ર મુંજપરાએ સતત ૭ વખત લોકસભા ચૂંટણી લડેલા કોંગ્રેસના સોમાભાઈ પટેલને ૨.૬૫ લાખથી વધુ મતોથી હરાવી ઐતિહાસિક જીત મેેળવી હતી. કાશીરામ રાણાના પુરોગામી અને ભાજપના પાયાના કાર્યકર્તા દર્શનાબેન જરદોશ સુરત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર વખત તેઓ ૨૦૦૯ના સમયમાં ચૂંટાયા હતા.તેણી સંસદના સભ્ય તરીકે ચૂંટણી ૨૦૧૪ દરમ્યાન લોકસભાની સુરત બેઠક ઉપરથી ફરી ચૂંટાયા હતા. હવે તેઓ મોદી કેબિનેટમાં સ્થાન પામ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!