કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે ર્નિદયી ભાજપ સરકાર એકબાજુ લોકોને મોંઘવારીના ડામ આપી લૂંટી રહી છે, પરંતુ સામે પશુપાલકો અને ખેડૂતોને ઠેંગો બતાવી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં દૂધના ભાવમાં લીટરે રૂા.૨નો વધારો કર્યો છે, એટલે કે ગુજરાતના માસિક બજેટ ઉપર રૂા.૬૦ કરોડ અને વાર્ષિક બજેટ ઉપર રૂા.૭૨૦ કરોડનો બોજાે નાંખ્યો છે. પરંતુ પશુપાલકોને આ ભાવ વધારાનો કોઈ લાભ આપવામાં આવ્યો નથી. અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં રોજનું ૬૦ લાખ લીટર અમૂલ દુધ અને ૪૦ લાખ લીટર છુટક દુધનું વેંચાણ થાય છે, અમૂલના ભાવ વધતા અન્ય દુધના વેપારીઓને પણ ભાવ વધારી દીધા છે. એટલે રોજના ૧ કરોડ લીટર દુધના વેંચાણ ઉપર રૂા.૨ બોજાે એટલે દૈનિક રૂા.૨ કરોડનો ડામ. જે રકમ મહિનાની રૂા.૬૦ કરોડ અને વર્ષની રૂા.૭૨૦થી વધુ થાય. એટલે કે રાજ્યની ભાજપ સરકાર દુધના ભાવમાં જે વધારાને નજીવો કહી રહી છે, તે વર્ષે રૂા.૭૨૦ કરોડની લૂંટ છે. એટલે કે પેટ્રોલ, ડીઝલ, એલપીજી સિલેન્ડર બાદ ભાજપ સરકારે ર્નિદયી બનીને જનતાને દુધમાં પણ દઝાડી દીધી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews