ભવનાથ હીટ એન્ડ રન કેસમાં કમાન્ડોએ હાથ ઉંચો કરી ઈશારો કર્યો હોવા છતાં તરૂણે ઠોકર મારી

0

જૂનાગઢમાં ભવનાથમાં ફુટ પેટ્રોલીંગમાં નીકળેલા પીએસઆઈને ૧૪ વર્ષનો તરૂણ પોતાની કારની ઠોકર મારીને નાસી ગયેલ હતો. જેમાં પીએસઆઈનું મૃત્યું નીપજયું હતું. બાદમાં પોલીસે ગણતરીની કલાકોમાં આ તરૂણને ઝડપી ગુનો દાખલ કરીને કાર ડીટેઈન કરી છે. ભવનાથ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગમાં નીકળેલા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, તેમના રીડર બ્રાંચનાં પીએસઆઈ ડી.કે. સીંગરખીયા (ઉ.વ. પ૭) તેમજ કમાન્ડો વનરાજસિંહ દેવદાન જેઠવા અને ચિરાગ પરમાર આ ચારેય દામોદર કુંડથી આગળ બાલનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યારે પાછળથી સફેદ કલરની આઈ-ર૦ કારના ચાલકે બેફામ કાર ચલાવતા તેને જાેઈને કમાન્ડો વનરાજસિંહે તેને દૂરથી જ હાથ ઉંચો કરીને કાર રોકવાનો ઈશારો કરેલ હતો પરંતુ ચાલક ૧૪ વર્ષના તરૂણે બેફીકરાઈથી કાર ચલાવીને પીએસઆઈ ડી.કે. સીંગરખીયાને ઠોકર મારીને ફંગોળી દઈને નાસી ગયેલ હતો. જેમાં પીએસઆઈનું ટુંકી સારવારમાં મૃત્યું નિપજયું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં આ કાર નં. જીજે-ર૭-કે. ૩૧૪૪ને શોધીને ડીટેઈન કરીને અકસ્માત સર્જીને નાસી ગયેલા તરૂણને હસ્તગત કરીને તેની સામે ગુનો દાખલ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!