વડાપ્રધાન દ્વારા અલગ સહકાર મંત્રાલયની જાહેરાતને આવકારતા જૂનાગઢ જીલ્લા સહકારી બેન્કનાં ચેરમેન ડોલર કોટેચા

0

દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારમાં અલગથી નવું સહકાર મંત્રાલય(મીનીસ્ટ્રી ઓફ કો-ઓપરેશન) બનાવવાની જાહેરાત કરેલ છે. આ નવા સહકાર મંત્રાલયનાં ઐતિહાસિક નિર્ણયને ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.નાં ચેરમેન ડોલરભાઈ કોટેચાએ આવકારી હૃદય પૂર્વક આભાર વ્યકત કરેલ છે. અને જણાવેલ છે કે, દેશમાં સહકારી ચળવળને મજબુત બનાવવા ખૂબ જ ઉપયોગી થશે, અલગ વહીવટી, કાનુની અને નિતીગત માળખાથી દેશની સહકારીતાને મજબુત બનાવશે, જમીન સ્તરે છેવાડાનાં લોકોને મદદપુરી પાડશે અને સહકાર આધારીત આર્થિક વિકાસ અને સશકિતકરણ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, વડાપ્રધાનનું ‘સહકારથી સમૃધ્ધિ’નું વિઝન અલગ સહકાર મંત્રાલયનાં નિર્ણયથી સાકાર થશે અને નવા સહકાર મંત્રાલયની રચનાથી ખેડૂતો, મંડળીઓ, સહકારી સંઘો, સહકારીક્ષેત્ર સાથે જાેડાયેલા સમાજનાં તમામ વર્ગો તેમજ સહકારી બેંકો તથા કૃષિ અને ગ્રામીણક્ષેત્રનાં વિકાસને નવી ઉંચાઈએ લઈ જશે, અને ગ્રામીણક્ષેત્રમાં સમૃધ્ધિનો એક નવો ઉદય થશે અને દેશનાં ગામડાઓ, ખેડૂતોનું કલ્યાણ અને ખેતીલક્ષી વ્યવસાય માટે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટેનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ખૂબ જ દુરંદેશી અને અભૂતપૂર્વ ઐતિહાસિક નિર્ણયને આવકારી હૃદયપૂર્વકનો આભાર માનેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!