બિલખા તાબાનાં બેલા ગામનાં મહિલા સરપંચને પૈસાની ઉઘરાણી પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ગીતાબેન વેણીશકંર સાકરીયા (ઉ.વ.પપ) રહે. બેલા ધંધો છૂટક મજુરી તેમજ બેલા ગામનાં સરપંચ તરીકે સેવા આપે છે. તેઓએ લકી ઉર્ફે ભીમ રાઠોડભાઈ હુદડ તેમજ મીલન ઉર્ફે માખી રાઠોડભાઈ હુદડ સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ગીતાબેને લકી ઉર્ફે ભીમ રાઠોડભાઈ હુદડ પાસેથી પોતાના પતિની કેન્સરની બિમારીની સારવાર માટે રૂા.૪ લાખ ૧૦ ટકાનાં વ્યાજે મેળવેલ જેનું બે વર્ષ સુધી વ્યાજ પણ ચુકવી આપેલ હોય તેમ છતાં આરોપી નં.૧ અને રનાંએ એકબીજાને મદદગારી કરી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી અને તેની માલિકીનું સ્લેબવાળું રૂા.૧૦ લાખની કિંમતનું મકાન ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી પડાવી તેમજ હજુ પણ વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા બિલખા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ બિલખાનાં પીએસઆઈ એમ.જી. ધામા ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews