વંથલી ખાતે નગરપાલિકા કચેરીની સામે રહેતા શબાનાબેન રહીમભાઈ ચોટીયારા (ઉ.વ.૪૧)એ ઝાકીર હુસેન ફકીર મહંમદ મકવા રહે. નબીપુર ગામ બેંક ઓફ બરોડા પાસે, દેડકા ચાલ ભરૂચ વાળા વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી તથા ફરીયાદીએ છેલ્લા એકાદ વર્ષથી મૈત્રી કરાર કરેલ હોય અને એકાદ માસથી ફરીયાદી તથા આરોપી વંથલી ખાતે ભાડેથી સાથે રહેતા હોય તે દરમ્યાન શબાનાબેન તેના માવતરનાં ઘરે જૂનાગઢ જતા અને આરોપી પણ પાછળથી ફરીયાદીનાં માવતરને ઘરે જતાં ફરીયાદી સાથે ઝઘડો થતાં આરોપી પરત વંથલી ખાતે પોતાના ભાડે રાખેલ મકાને આવી ફરીયાદીએ પોતાના સેટીપલંગમાં કાળા કલરની બેગ રાખેલ તેમજ અમદાવાદ તથા જૂનાગઢ ખાતે આવેલ ફરીયાદીનાં મકાનનાં દસ્તાવેજ, બર્ગમેન ટુવ્હીલર નં.જીજે-૧૧-સીબી-૭રર૩ની આરસી બુક તથા સીડી ડીલક્ષ મોટરસાયકલ તથા એવીએટર મોટર સાયકલનાં અસલ કાગળો તથા ડ્રાઈવીંગ લાયસન્સ અને એલઆઈસી પોલિસીનાં કાગળો તથા ફરીયાદીનાં દિકરાનાં બર્થ સર્ટીફીકેટ, નોકરીને લગતા બેંકનાં કાગળો, એમ્પ્લોયમેન્ટ કાર્ડ, રમત-ગમત અને એનસીસી સર્ટીફીકેટ, એસબીઆઈનાં કરંટ એકાઉન્ટ, સેવીંગ્ઝ એકાઉન્ટની ચેક બુકો, પ્રોવિડન્ડ ફંડની પાસ બુક તથા ફરીયાદીનાં દિકરા આકિબ તથા આદિલનાં સેવિંગ્ઝ એકાઉન્ટની પાસ બુક તથા વીવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ રૂા. પ૦૦૦, દાગીનાઓનાં બીલ વગેરે ડોકયુમેન્ટ રાખેલ બેગ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews