ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાનું ગત માસમાં દુઃખદ નિધન થતા તેમની પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા તાલુકા ભાજપના ઉપક્રમે કેશોદ ગામના દેવજીભાઇ રામભાઇ મોકરીયાના સહયોગથી ગામના આવાળ માતાજીના મંદિર નજીકની પાંચ વીઘા જેટલી વિશાળ જગ્યામાં યોજવામાં આવેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિવિધ પ્રકારનાં ૨૫૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અહીંના પૂર્વ ધારાસભ્ય અને તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડાની પ્રજાલક્ષી કામગીરી તથા પ્રજાભિમુખ વ્યક્તિત્વને લોકોએ અવિસ્મરણીય ગણાવીને આ વૃક્ષોના વાવેતર દ્વારા તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મંદિરના મહંત યમુનાનંદજીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ રામભાઈ કરમુર, પ્રભાત કાળુભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, મહામંત્રી કાનાભાઈ કરમુર, રવજીભાઈ નકુમ, શૈલેષભાઈ કણજારીયા, જિલ્લા પંચાયતના સદસ્ય જીતેન્દ્રભાઈ કણજારીયા, હિતેશભાઈ પિંડારિયા, પરબતભાઈ ભાદરકા, વિક્રમભાઈ બેલા, વિજયભાઈ નંદાણીયા, હાજાભાઈ ચાવડા, કાનાભાઈ બંધીયા, ભરતભાઈ ગોજીયા, મશરીભાઇ નંદાણીયા, વીરપાળભાઇ ગઢવી, સ્થાનિક સરપંચ સહિતના ગ્રામજનો, આગેવાનો વિગેરે મોટી સંખ્યામાં સાથે જાેડાયા હતા.