કેશોદ – શીલ અને વિસાવદર પંથકમાં જુગાર અંગે દરોડા

0

કેશોદ પોલીસે ચોકકસ બાતમીનાં આધારે બાલાગામ નજીક અખોદર જતાં રોડ ઉપર જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા. ૧૦,૭૮૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે બે શખ્સો નાસી છૂટતા તેને ઝડપી લેતા ચક્રો ગતિમાન કરેલ છે. આ ઉપરાંત શીલ ગામે ઘોલીપરા વિસ્તારમાં શીલ પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ત્રણ શખ્સોને રૂા. ૩૭,ર૮૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે જયારે ચાર શખ્સો નાસી છુટતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. આ ઉપરાંત વિસાવદરનાં કાબરા કાંઠે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે વિસાવદર પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ૬ શખ્સોને રૂા. ૪,ર૬૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!