ખંભાળિયામાં આવતીકાલે ભાજપના પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટની મુલાકાત

0

ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ તા.૧૦મીના રોજ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકાની ખાસ મુલાકાતે આવનાર છે. શનિવારે ખંભાળિયામાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈનું આગમન થશે. મ્યુનિસિપલ ગાર્ડન ખાતે આવેલા યોગ કેન્દ્ર ખાતે યુવા ભાજપના કાર્યકરો તથા આગેવાનો સાથે ગોષ્ઠી કરવામાં આવશે. આ પછી તેઓ દ્વારકા પહોંચી અને દ્વારકાધીશને ચરણે શીશ ઝુકાવશે. અહીં યુવા ભાજપની ખાસ બેઠક સહિતના કાર્યક્રમોમાં સક્રિય યુવા ભાજપના તમામ કાર્યકરો સાથેની મીટીંગ યોજી અને સંગઠનના માળખાને વધુ મજબૂત બનાવવા તથા આગામી ચૂંટણી માટે કાર્યકરોએ સક્રિય બની, નિષ્ઠાપૂર્વક પ્રવૃત રહેવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સમગ્ર આયોજન માટે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, મહામંત્રી અલ્પેશભાઈ પાથર તથા આનંદભાઈ હરખાણી સહીતના આગેવાનો-કાર્યકરોની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!