પોરબંદર જીલ્લામાં થતી માલ-મિલ્કત સબંધી થતી ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવા સુચનાઓના આધારે દરિયાઈ માચ્છી મારીની ફિશીંગ બોટમાંથી થયેલ બોટની એન્જીન સ્ટાર્ટ કરવાની બે બેટરી તેમજ એન્જીન કુલીંગ ટાંકીની ચોરીની ફરિયાદના અન્વયે હાર્બર મરીન પોલીસ તથા સર્વેલન્સ સ્ટાફે રૂા.ર૦,૦૦૦ ના મુદામાલ સાથે કડીયા પ્લોટના એક શખ્સને પકડી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા મિલ્કત સબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા સુચનાઓ થયેલ હોય જે બાબતે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધીક્ષક જે.સી. કોઠીયાના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના આરોપીને સત્વરે શોધી કાઢી ચોરીનો ભેદ ઉકેલવા સુચના થતા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. બી.ડી. વાઘેલા તથા પો.કોન્સ. રાજુભાઇ દેવશીભાઇને મળેલ સંયુકત બાતમી આધારે હાર્બર મરીન પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.એચ. જારીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ કામે ચોરીમાં ગયેલ બોટનું એન્જીન સ્ટાર્ટ કરવાની ૧૨ વોલ્ટની બે બેટરીઓ તથા એન્જીનની કુલીંગ ટાંકી સહિત કિંમત રૂા.૨૦,૦૦૦ના મુદામાલ સાથે પોરબંદરના કડીયા પ્લોટ, ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા મનીષ ઉર્ફે મોબાઇલ ગીગાભાઇ મઢવીને પકડી પાડી આરોપીને ધોરણસર અટક કરી નામ. કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરેલ છે. આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.એચ. જારીયા, સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. બી.ડી. વાઘેલા, પો.કોન્સ. રાજુભાઇ દેવશીભાઇ, પો.હેડ કોન્સ. એલ.બી. સુવા, પો.કોન્સ. પરેશ ભીમશીભાઇ સદરહુ કામગીરીમાં રોકાયેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews