દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેર ભાજપની કારોબારી કમિટિની એક મહત્વની બેઠક સ્થાનિક આગેવાનો-હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યક્રમો સાથે ચર્ચા-વિચારણા કરવામાં કરાઈ હતી. ખંભાળિયામાં બરછા હોલ ખાતે યોજવામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની શહેર ભાજપની કારોબારી કમીટીની મહત્વની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જાેગલ, પૂર્વ ધારાસભ્ય અને નિગમના ચેરમેન મુળુભાઈ બેરા તથા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાની ઉપસ્થિતિમાં પાર્ટીના આગેવાનો-હોદ્દેદારો તથા અપેક્ષિતો ખાસ જાેડાયા હતા. શહેર ભાજપની પ્રથમ વખત યોજવામાં આવેલી આ કારોબારીના પ્રારંભે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત કરી અને વક્તવ્યમાં આગામી કાર્યક્રમો સહિતની બાબતે રૂપરેખા આપી હતી. આ કારોબારીમાં રજૂ કરવામાં આવેલા અભિનંદન ઠરાવમાં ખંભાળિયાની હોસ્પિટલ ખાતે શરૂ થયેલા ઓક્સિજન પ્લાન તેમજ કોરોના મહામારીમાં નોંધપાત્ર કામગીરી કરી અને ગરીબો સહિત સમગ્ર સમાજને ઉપયોગી થનારા કોરોના વોરિયર્સ તથા સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શહેર ભાજપના પ્રભારી કેતનભાઇ બુદ્ધભટ્ટી અને જ્યોત્સનાબેન સાગઠીયા આ મિટિંગમાં ખાસ હાજર રહ્યા હતા. જેમાં આગેવાનો-હોદ્દેદારો વચ્ચે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મેઘજીભાઈ કણજારીયા, તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડા, પૂર્વ શહેર મહામંત્રી કરૂણાશંકર જિંદાણી, પૂર્વ કોષાધ્યક્ષ પ્રાણજીવનભાઈ હિંડોચા (ચનાશેઠ) વિગેરે આગેવાનો કાર્યકરોના અવસાન બદલ મૌન પાળી, શોક ઠરાવ કરવામાં આવ્યો હતો. શહેરના વિકાસ તથા સમયની જરૂરિયાત મુજબ અહીં મેડિકલ કોલેજ તેમજ રિવરફ્રન્ટની જરૂરિયાત જણાતા આ સંદર્ભે કારોબારીમાં ઠરાવ તેમજ આ મુદ્દે જરૂરી ચર્ચા વિચારણા પણ કરાઇ હતી. પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવી, લોક સેવા સાથે આગામી ચૂંટણીમાં વધુ સારા દેખાવ સહિતની બાબતે આ કારોબારીમાં હોદ્દેદારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા, જામનગરના અગ્રણી મેરામણભાઈ ભાટુ, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા સાથે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, શહેર ભાજપના હોદેદારો-કાર્યકરો આ કારોબારીમાં જાેડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન શહેર ભાજપના મંત્રી ઇન્દ્રજીતસિંહ પરમારએ કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews