Tuesday, October 26

જૂનાગઢ તાલુકાના ખડીયા ગામનાં નવ યુવાનોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો

0

તાલુકા પંચાયત સીટના અપક્ષ ઉમેદવાર ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ પિઠીયાની આગેવાનીમાં ૫૦થી વધુ કાર્યકર્તાઓએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઇને વડાપ્રધાનની વિચારધારા સાથે તાલ મિલાવીને વિકાસને વેગવંતો બનાવવા સંકલ્પ લીધો હતો. જૂનાગઢ તાલુકાના વડીયા ગામના નવયુવાનો જિલ્લા ભાજપ કાર્યાલય પંડિત દિન દયાલ ભવન ખાતે ખડીયા તાલુકા પંચાયત સીટનાં અપક્ષ ઉમેદવાર ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ પીઠીયા સહિત ૫૦થી વધુ યુવાનો આવી પહોંચ્યા હતા અને જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. એ વેળાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા થતી વિકાસ યાત્રામાં વિધિવત રીતે કેસરીયો ધારણ કરી જાેડાયા હતા. જેમાં ખડીયા તાલુકા પંચાયત સીટનાં અપક્ષ ઉમેદવાર ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ પીઠીયાની આગેવાનીમાં પ્રવીણભાઈ પી. કાંબલિયા, દિલીપભાઈ વી. સોલંકી, મેરામણભાઇ આર. માડમ, રમેશભાઈ કે. સોલંકી, હમીરભાઇ એમ. કાંબલીયા, પરબતભાઇ જી. કંડોરિયા, નરેશભાઈ બી. પીઠીયા, ગૌતમભાઈ જી. હંસાપરા, રામભાઈ એચ. કાંબલીયાં, સાર્દુલભાઈ વી. પીઠીયા, કિશોરભાઈ એમ. પીઠીયા, ઘેલાભાઈ એન. રાવલીયા, નરેશભાઈ બી.ગોરાણીયા, આદિત્યભાઈ એમ. ટીમાંણીયા, વિપુલભાઈ આર. ચાવડા, વજસીભાઈ આર. મેર, હિતેશભાઈ જે. પીઠીયા, વિજયભાઈ એ. કાંબલીયા, પારસભાઈ એલ. રાઠોડ, ભરતભાઈ પી. પીઠીયા, મેરૂભાઈ ડી. પીઠીયા, ભુપતભાઈ આર. પીઠીયા, પુનીતભાઈ એન. ગોહેલ, અભિષેક આર. ટીમાંણીયા, રામભાઈ એસ. જાેગલ, અલ્પેશભાઈ હનીફભાઇ બ્લોચ, પ્રદીપભાઈ વી. સોલંકી, યશરાજ એમ. ભરાડીયા, સાજીદ જે. મકરાણી, સમીરભાઈ એચ. બ્લોચ, અજય પી. રાવલીયા, કુલદીપ બી. વાઘેલા સહિત કાર્યકર્તાઓ જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલનાં હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ લોક હિતનાકામ અંગે વેગ આપવા માટે એક જૂઠ થઈ આવનારી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કમળને વિજય બનાવવા નિર્ધાર કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!