કાથરોટમાં સિંહે ખેતમજૂરો ઉપર હુમલો કર્યાના બે કિસ્સાથી ખળભળાટ

0

જૂનાગઢ નજીક આવેલ કાથરોટમાં ગામમાં મધરાતે સિંહે ખેતમજૂરો ઉપર હુમલો કર્યો હોય તેવા બે કિસ્સા પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા મુજબ રાતના ૧ વાગ્યા આસપાસ કાથરોટા ગામ અને ઇશાપુર વચ્ચેના સિમ વિસ્તારમાં ખેતમજૂર ઉપર સુતા હોય ત્યારે સિંહે હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત કાથરોટાની પશ્ચિમ સિમ વિસ્તારમાં પણ આ ઘટનાની થોડી વાર બાદમાં અન્ય એક મજુર ઉપર સિંહે હુમલો કર્યાનો બનાવ બનવા પામ્યો હતો. હાલ આ બંને વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે વર્ષથી સિંહના આ પંથકમાં આંટાફેરા એ સામાન્ય બાબતે છે ત્યારે માનવજાત ઉપર હુમલોનો આ પ્રથમ બનાવ પ્રકાશમાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!