જૂનાગઢ જીલ્લામાં શિક્ષણ પ્રક્રિયાની જયોત પ્રગટાવતા શિક્ષકો

0

જૂનાગઢ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે હાલ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. જે બાળકો પાસે મોબાઈલ સુવિધા ઉપલબ્ધ નથી અને હોય તો નેટવર્કનો પ્રશ્ન રહે છે. ત્યારે બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે નવતર અભિગમ અપનાવવા શિક્ષકોને આપેલ સુચના અનુસંધાને આવી મુશ્કેલી દૂર કરવા બાળકોને શિક્ષણ અને માર્ગદર્શન મળી રહે તે માટે જીલ્લા પંચાયત શિક્ષણ સમીતી હસ્તકની ૭ર૬ શાળાનાં શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ ઉપરાંત ઓફલાઈન ગામની શેરી અને મહોલ્લામાં રૂબરૂ જઈને શિક્ષકો બાળકોને શિક્ષણ આપી જયોત પ્રગટાવી રહયા છે. આ પ્રમાણે શિક્ષણ મહોલ્લા શિક્ષણમાં વિદ્યાર્થીઓને સતત શિક્ષણમાં જાેડવા પ્રયત્ન કરવામાં આવી રહયો છે. તમામ શાળાઓમાં આ માટે સમયપત્રક પણ બનાવવામાં આવી રહયું છે. અને જીલ્લાની પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ શેરી શિક્ષણ કેમ ચાલી રહયું છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!