જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રનાં કેટલાક વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવન વ્યકત કરતી હવામાન વિભાગની આગાહી છે. દરમ્યાન આજે સવારે જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં હવામાનમાં પલ્ટાની સાથે વરસાદનું ભારે ઝાપટું પડી ગયું હતું. રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે, રથયાત્રાના દિવસે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે, રથયાત્રાના દિવસે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે મહત્વનું છે કે, હવે આગામી રથયાત્રાને લઈ અસમંજસની સ્થિતિ દૂર થઈ ગઈ છે ત્યારે રથયાત્રાના દિવસે જ વરસાદ ખાબકી શકે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. તા.૧૨ જૂલાઈએ રથયાત્રાના દિવસે જ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદી ઝાપટા સાથે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયા બાદ આ વખતે જાેઈએ એવો વરસાદ નહીં પડી શકે તો ખેડૂતોના પાકને ભારે નુકશાન થશે એવી ભિતિ સેવાઈ રહી હતી. ત્યારે ગુજરાતમાં વરસાદને લઈ સાર સામાચાર સામે આવ્યા છે. હવે ફરી બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા વરસાદની શક્યાતાઓમાં વધારો થયો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews