આગામી તા. ૧૧ જુલાઈ રવિવારથી ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઓનલાઈન ભાગવત સપ્તાહનો પ્રારંભ

0

સંતોની પાવનકારી ભૂમિ ગણાતા ભવનાથ તિર્થ ક્ષેત્ર કે જયાં સિધ્ધ પુરૂષોનાં દર્શનનો લાભ ભાવિકોને મળે છે અને ધામિર્ક કાર્યક્રમો પણ યોજાતા રહે છે આવું જ એક ભકતજનો માટે આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર એવા ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે ધર્મકાર્યો, સેવા કાર્યો અને સંતવાણીનાં કાર્યક્રમો સતત થતા રહે છે.
ગુરૂ મહારાજની કૃપાથી પૂ. શેરનાથબાપુનાં માર્ગદર્શન હેઠળ અન્નક્ષેત્ર પણ સતત ચાલી રહયું છે. એવા આ પાવનકારી ભૂમિ ઉપર જાણીતા ભાગવતાચાર્ય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ કે જેનું નામ ગિરનારી ભગવતી કથા ગંગા આપવામાં આવેલ છે જેનો તા. ૧૧-૭-ર૧ રવિવારથી પ્રારંભ થઈ રહયો છે. જયારે ગઈકાલે ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે એક પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી આ પત્રકાર પરીષદમાં મહંતશ્રી પૂ. શેરનાથ બાપુએ વિગત આપતા જણાવ્યું હતું કે, હરી અને હરમાં આપણા સૌનો પ્રેમભાવ વધે ગિરનારી મહારાજ અને ગુરૂદેવની અવિરત કૃપા સતત વરસી રહે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ યોજાઈ રહી છે. અને આપને સૌને તેનો લાભ મળવાનો છે. સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઈન અને કોરોના અંતર્ગત સોશિયલ ડીસ્ટન્સનાં પાલન સાથે આ ઓનલાઈન શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ યોજાઈ રહી છે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે હરી અને હરનાં સાનિધ્યમાં આ ધામિર્ક કાર્યક્રમ યોજાઈ રહયો છે અને સૌને પોતાના ઘરે બેઠા ઓનલાઈનનાં માધ્યમથી લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ તકે શેરનાથ બાપુએ ભકતજનોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, કથાનાં દિવસો દરમ્યાન અન્ય યાત્રીકો તેમજ ભાવિકો આવશે તેમને અમારા અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા તો અવિરત ચાલુ જ રાખવામાં આવી છે.
દરમ્યાન પૂ. રમેશભાઈ ઓઝાનાં સેવક એવા હાદિર્કભાઈ જાેષી, ભાઈશંકરભાઈ જાેષી, પ્રવિણભાઈ દવે અને સેવકગણે પણ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું આયોજન તેનો સંકલ્પ અંગેની વિગતો આપી હતી. તેમજ હાર્દિકભાઈ જાેષીએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષ થયા કોરોનાનાં સંક્રમીતકાળ વચ્ચે લોકોને અનેક પ્રકારની તકલીફ મુસીબતો પડી છે તેમજ માનસીક સ્થિતિ પણ ડામાડોળ થયેલી છે તેવા સંજાેગોમાં સાંત્વના અને સધિયારો જયાં મળી શકે ત્યાં ધર્મ કાર્ય અને સંતોનું સાંનિધ્ય રહે છે ત્યારે વિશ્વ કલ્યાણની ભાવના અને સૌનું સારૂ થાય તેવા સંકલ્પ સાથે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું અયોજન કરવામાં આવેલ છે. અને પૂ. શેરનાથ બાપુએ પણ આ આશ્રમમાં કાર્યક્રમ યોજવાની સંમતિ અને સંપૂર્ણ સહકાર આપતા તેમજ મુખ્ય યજમાનનાં સહયોગ સાથે આ ધર્મકાર્યનું આયોજન થઈ રહયું છે. તેમજ રવિવારે વાજતે ગાજતે ભવનાથ મંદિરેથી શોભાયાત્રા વરીષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં નીકળશે અને સંતોની ઉપસ્થિતિમાં કથાનો શુભારંભ થશે. સંસ્કાર ચેનલ ઉપરથી પણ લાઈવ પ્રસારણ થશે. તેમજ અંદાજીત ૧પ લાખથી વધુ ભાવિકો કથા શ્રવણનો લાભ લેશે તેમ જણાવ્યુંહતું.
આમંત્રીતોને કથામાં પ્રવેશ અપાશે અને આ માટે પાસ સીસ્ટમ બનાવી પાસ ધારકોને જ પ્રવેશ અપાશે જયારે અન્ય કોઈને પ્રવેશ અપાશે નહી તેમજ ર૦૦ની મર્યાદાને લઈને જ ડોમ બનાવવામાં આવ્યું છે અને અન્ય શ્રધ્ધાળુઓ ઓનલાઈન કથા શ્રવણનો લાભ લઈ શકશે તેમ જણાવ્યું હતું. તેમજ કોરોનાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ ખાતે પૂ. શેરનાથ બાપુ દ્વારા આગામી તા. ૧૧ જુલાઈ રવિવારથી ૧૮ જુલાઈ રવિવાર સુધી દરરોજ સવારે. ૯.૩૦ થી બપોરે ૧.૩૦ સુધી પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ગિરનારી ભગવતી કથા ગંગા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો મનોરથી શ્રીમતી પ્રજ્ઞાબેન પંકજભાઈ પંચમતીયા પરીવારના યજમાન પદે આયોજન કરાયું છે. રવિવારે સવારે અખિલ ભારત સાધુ સમાજનાં પ્રમુખ પૂ. મુકતાનંદ બાપુ તેમજ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં શ્રી મહંત અને ગિરનાર મંડળનાં અધ્યક્ષ
પૂ. ઈન્દ્રભારથી બાપુ સહીતનાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજાશે અને કથાનો વિધિવત પ્રારંભ થશે. આ કથા દરમ્યાન તા. ૧પ જુલાઈનાં રોજ શ્રી કૃષ્ણ પ્રાગટય, તા. ૧૬ જુલાઈનાં રોજ શ્રી ગિરીરાજ પુજા, તા. ૧૭ જુલાઈનાં રોજ શ્રી રૂક્ષ્મણી વિવાહ અને તા. ૧૮ જુલાઈનાં રોજ કથા વિરામ લેશે.
કોરોના મહામારીને ધ્યાને લઈને સરકારની ગાઈડલાઈન મુજબ સાધુ-સંતો અને આગેવાનોની મર્યાદીત સંખ્યામાં કથા યોજાશે. અને માત્ર આમંત્રીતોને જ પ્રવેશ આપવામાં આવશે. ત્યારે શ્રોતાઓએ પોતપોતાનાં ઘરે બેઠા સંસ્કાર ચેનલ અને સાંદિપની ટીવી યુ-ટયુબ ચેનલ ઉપર જીવંત પ્રસારણ થશે જેનો લાભ લેવા જણાવાયું છે.
પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત શ્રી કૃષ્ણનું વાગ્મય સ્વરૂપ છે. શ્રવણ, પઠન, ગાયન ચિંતનથી પ્રભુમાં ચિત લાગે છે. પરમ ભગવદીય પંકજભાઈ પંચમતીયા, પ્રજ્ઞાબેન પંચમતીયા પરીવારના મનોરથથી બધાને ભગવાન ભવનાથનાં સાંનિધ્યમાં જૂનાગઢ ભાગવત જ્ઞાનયજ્ઞનાં સુખ અવસર પ્રાપ્ત થઈ રહયો છે, તો હરીકૃપાથી સૌને લાભ લેવા જણાવ્યું છે. આ ભાગવત સપ્તાહની સફળતા માટે સાંદિપની પરીવાર પોરબંદર તેમજ પૂ. શેરનાથ બાપુ સદગુરૂશ્રી ત્રિલોકનાથ બાપુ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ સેવક સમુદાય જહેમત ઉઠાવી રહયો છે. રવિવારથી ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખે શ્રી હરીનો નાદ ગુંજશે અને શ્રોતાઓ તરબોળ થશે.
જૂનાગઢ આંગણે ખાસ કરીને ગિરનાર ક્ષેત્રમાં
ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગિરનારી ભાગવતી કથા ગંગાનો કાર્યક્રમ યોજાઈ રહયો છે અને વકતા તરીકે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા રહેશે. ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે આ પ્રથમવાર શ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ્‌ ભાગવત કથાનો કાર્યક્રમ યોજાઈ રહયો છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા પૂ. શેરનાથબાપુનાં માર્ગદર્શન હેઠળ આશ્રમનાં કાર્યકરો, સેવકગણ, ભાવિકો તેમજ રમેશભાઈ ઓઝાનાં સેવકો અને સાંદિપની આશ્રમનાં સેવકગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!