વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કિસાનો માટેની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં એક મોટી ગરબડનો ખુલાસો થયો છે. સરકારે સ્વયં આ વાત સ્વીકારી છે. કૃષિ અને કિસાન કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિહ તોમરે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે દેશભરમાં ૪૨ લાખથી વધું એવા કિસાનો અંગે જાણ થઇ છે કે જેઓ ખોટી રીતે પીએમ કિસાન યોજનાનો લાભ લઇ રહ્યાં છે. સરકારે સંસદમાંં જણાવ્યંુ હતું કે પીએમ કિસાન યોજના હેઠળ ૪૨ લાખ અપાત્ર ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવેલ રૂા.૩૦૦૦ કરોડની રકમની વસુલાત કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર દર વર્ષે દેશના ખેડૂતોને ૩ સરખા હપ્તાહમાં રૂા.૬૦૦૦ ટ્રાન્સફર કરે છે.આ યોજનામાં પાત્રતાનો માપદંડ એ છે કે ખેડૂત ઇનકમટેક્સ ચૂંકવતો હોવો જાેઇએ નહીં. સંસદમાં મંગળવારે એક જવાબમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કબુલ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ નાણાં મેળવનાર ૪૨.૧૬ લાખ ગેરલાયક ખેડૂતો પાસેથી રૂા.૨૯૯૨ કરોડની વસૂલાત કરવાની છે. પીએમ કિસાન યોજના હેઠળ આવા ગેરલાયક ખેડૂતોની મહત્તમ સંખ્યા આસામમાં ૮.૩૫ લાખ, તામિલનાડુમાં ૭.૨૨ લાખ, પંજાબમાં ૫.૬૨ લાખ, મહારાષ્ટ્રમાં ૪.૪૫ લાખ, ઉ.પ્ર.માં ૨.૬૫ લાખ અને ગુજરાતમાં ૨.૩૬ લાખ ખેડૂતોનો સામાવેશ થાય છે. આ પ્રમાણે આસામમાં રૂા.૫૫૪ કરોડ, પંજાબમાં રૂા.૪૩૭ કરોડ, મહારાષ્ટ્રમાં રૂા.૫૮૦૦ કરોડ, તામિલનાડુમાં રૂા.૩૪૦ કરોડ, યુપીમાં રૂા.૨૫૮ કરોડ અને ગુજરાતમાં રૂા.૨૨૦ કરોડની વસુલાત કરવાની છે. ચકાસણી દરમ્યાન એવંુ જાણવા મળ્યું હતું કે આ યોજનાનો લાભ કેટલાક ઇન્કમટેક્સ દાતા એવા ખેડૂતો સહિત અપાત્ર લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યંુ હતું કે પીએમ કિસાન યોજના હેઠળ નાણાં ભંડોળનો દુરૂપયોગ ન થાય અને યોજનાનો લાભ સાચા ખેડૂતોને પણ થાય તે સુનિશ્ચિત કરવા કેટલાક ખાસ પગલાઓ લેવામાં આવ્યાં છે. કેટલાક રાજ્યોએ નાણાની વસૂલાત માટે આવા અપાત્ર ખેડૂતોને નોટિસો મોકલી છે. ગેરલાયક લાભાર્થીઓ પાસેથી નાણાંની વસુલાત માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ ગાઇડલાઇન્સ પણ ઇશ્યૂ કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews