યુટ્યૂબ નાના વ્યવસાયીઓ માટે લાભદાયી ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમને હસ્તગત કરશે

0

યુ-ટ્યૂબે મંગળવારે કહ્યું કે, તે ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમને હસ્તગસ્ત કરશે, જેનો ઉદ્દેશ્ય નાના વ્યવસાયો અને વિક્રેતાઓને નવા ગ્રાહક સુધી પહોંચાડવાની મદદ કરવાનો છે. ગૂગલે એક બ્લોગપોસ્ટમાં કહ્યું કે, અમે વ્યૂઅર્સને સ્થાનીય વ્યવસાયોના ઉત્પાદન શોધવા અને ખરીદવામાં મદદ કરવા માટે એક વધુ પગલું ભરી રહ્યા છીએ. અમે સિમસિમને હસ્તગસ્ત કરવા માટે એક બિનશરતી સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે અને આવનાર સમયમાં તમામ લેવડ-દેવડ પૂર્ણ થઈ જશે તેવી આશા છે. કંપનીએ જાે કે, નાણાંકીય લેવડ-દેવડની વિસ્તૃત માહિતી આપી નથી. બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સિમસિમમાં તત્કાલ કોઈ બદલાવ કરવામાં આવશે નહીં અને એપ પહેલાંની જેમ જ સ્વતંત્ર રીતે કાર્ય કરવાનું ચાલુ રાખશે. સિમસિમના સહ-સંસ્થાપક અમિત બગરિયા, કુણાલ સૂરી અને સૌરભ વશિષ્ઠે એક સંયુકત નિવેદનમાં જણાવ્યું કે, આ પ્લેટફોર્મની શરૂઆત સમગ્ર ભારતમાં ઉપયોગકર્તાઓને સરળતાથી ઓનલાઈન ખરીદદારીમાં મદદ મળી તે હેતુથી કરવામાં આવેલ છે.
બ્લોગપોસ્ટે નોંધ કરેલ છે કે, જેમ-જેમ વધુને વધુ ખરીદદારી ઓનલાઈન થવા લાગી છે, વ્યુઅર્સને નવા પ્રોડક્ટસની શોધ કરવા અને એવા એક્સપર્ટની સલાહ લેવામાં મદદ કરવામાં વીડિયોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેતી હોય છે જેના આધારે તેઓ વિશ્વાસ કરતા હોય છે. દરેક દિવસ લોકો પ્રોડક્ટસની સરખામણી કરવામાં, સમીક્ષા માટે અને પોતાના પસંદગીના ક્રિએટર્સની ભલામણ પ્રાપ્ત કરવા માટે યુ-ટ્યૂબ ઉપર આવે છે. સિમસિમ વીડિયો અને ક્રિએટર્સની શક્તિનો ઉપયોગ કરી ભારતમાં નાના વ્યવસાયોને ઈ-કોમર્સમાં બદલવામાં મદદ કરી રહ્યું છે. સિમ એપ એક પ્લેટફોર્મ તરીકે સ્થાનિક વ્યવસાયો, પ્રભાવિત ગ્રાહકોને જાેડવા માટે સેવા કરે છે. આ વીડિયો હિંદી, તમિલ અને બંગાળી સહિત ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે. ૧૫થી વધુ વર્ષોથી, નાના વ્યવસાયોએ પોતાની ઉપસ્થિતિ ઓનલાઈનમાં વધારવા માટે યુ-ટ્યૂબનો ઉપયોગ કર્યો છે અને તેમાંથી અનેક સ્થાનિક સમુદાય સિવાયના અન્ય ગ્રાહકો સુધી પંહોચવા માટે પણ યુ-ટ્યૂબનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિમસિમ અને યુ-ટ્યૂબને એક સાથે એક પ્લેટફોર્મ ઉપર લાવી નાના વ્યવસાય અને છૂટક વેપારીઓને મદદ કરવાનું અમારૂ લક્ષ્ય છે.
દસ લાખથી વધુ ગ્રાહકો સાથે ૨૫૦૦થી વધુ યુ-ટ્યૂબ નિર્માતા અને યુ-ટ્યૂબ શોર્ટસ જે પહેલાં ભારતમાં લોન્ચ કર્યા હતા, ગૂગલ જણાવે છે કે, તે ભારતમાં સર્વશ્રેષ્ઠ યુ-ટ્યૂબ લાવવા અને નિર્માતાને વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ છે. મોબાઈલ-ફસ્ટ ક્રિએટર્સને નવી પેઢી માટે વધુ સરળ બનાવીને.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!