સબસીડી સહાયમાં ઘટાડો, ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિ અપનાવે તેમાં રાજય સરકારને રસ જ નથી : કોંગ્રેસ

0

રાજય સરકાર ખેડૂતોને આધુનિક ખેતી પધ્ધતિ અપનાવવા અને સરકારી સહાયનો લાભ લેવા મસમોટી જાહેરાતો કરે છે. પરંતુ ખેડૂતો સહાયનો લાભ લેવા જયારે સરકારની નોડલ એજન્સીમાં જાય છે. ત્યારે આંટીઘુંટીવાળી કાગળ પ્રક્રિયામાં પસાર થતા લાગે છે. ડિપોઝિટના નાણાં જમા કરાવ્યા બાદ પણ ૪થી પ મહિના સુધી ધકકે ચડાવ્યા બાદ નાણાં પરત કરે છે. આમ ભાજપ સરકારે કેન્દ્રમાં ર૦૧૪થી સત્તા સંભાળી ત્યારથી તેમની એક જ ઈચ્છા છે કે ખેડૂતોની સબસિડી બંધ થાય, અને ગુજરાત સરકાર પણ એ જ પગલે ચાલી રહી છે.ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જણાવે છે કે, ગુજરાત રાજ્યની અંદર ખેતીવાડી ક્ષેત્રે પાણીનો કુદરતી સ્ત્રોત દિવસેને દિવસે ઘટતો જાય છે ત્યારે કૃષિ સિંચાઈ માટે આધુનિક ટેકનોલોજી અને ઇઝરાયેલની ખેતી પદ્ધતિને આપણે સ્વીકાર્યા વગર છૂટકો નથી તેવા સમયે આધુનિક ટેકનોલોજીને કૃષિ સિંચાઇમાં જે વિકસાવવી જાેઈએ. તેમાં ખેડૂતોને વિશેષ લાભો આપી પ્રોત્સાહિત કરવા જાેઇએ એ દિશામાં રાજ્ય સરકાર પાસે વિચારવાની કોઇ સમજ નથી. રાજ્ય સરકારે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ખેડૂતો વધુને વધુ ઉપયોગ કરે એ દિશામાં સરકારે આર્થિક રીતે ખેડૂતોને મદદરૂપ થવું જાેઈએ પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને જે રીતે આર્થિક સહાય અપુરતી અને ખેડૂતોની મર્યાદિત સંખ્યામા આપવામાં આવે છે. આ અંગે સરકારની જીજીઆરસી કંપનીના આંકડા જ કહે છે કે, ગુજરાતમાં ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ માટે ૨૦૦૫-૦૬માં ૭,૨૧૭ ખેડૂતોએ ૧૫,૮૯૧ હેક્ટર જમીન ઉપર, ૨૦૧૩-૧૪માં ૧,૪૦,૨૦૯ ખેડૂતોએ ૨,૨૫,૨૬૫ હેકટર જમીન ઉપર સરકારી સહાય લીધેલ પરંતુ જે રીતે રાજ્ય સરકાર જાહેરાતો કરે છે. તે મુજબ આ આધુનિક કૃષિ સિંચાઇની સગવડતાઓ પ્રતિ વર્ષે ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વધુને વધુ નાણાં ફાળવવાને બદલે ખૂબ મોટો ઘટાડો કરેલ અને ૨૦૧૯- ૨૦માં માત્ર ૭૬,૪૨૫ ખેડૂતોને ૧,૧૫,૦૦૩ હેકટર જમીન ઉપર ડ્રીપ ઇરીગેશનના સાધનનો ઉપર સહાય ચૂકવવામાં આવી હતી, આજ દેખાડે છે કે રાજય સરકારને રાજ્યના ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને ખેતીને નફાકારક બનાવે તેમા કેટલો રસ છે ? એવી જ રીતે રાજ્યના કુલ ખેતી પાકોમાં ૧૦,૩૯૦ હેક્ટર વિસ્તારમાં, ૨૦૧૩ -૧૪માં ૨,૦૨,૦૦૩ હેક્ટર વિસ્તારમાં જ્યારે ૨૦૧૯-૨૦માં ખૂબ મોટા પ્રમાણમા ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ ઉપર સહાય આપવામા ઘટાડો કરેલ અને જેના કારણે માત્ર ૮૮,૯૧૧ હેક્ટર વિસ્તારમાં ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ ખેડુતો વસાવી શક્યા હતા. રાજ્યના વાર્ષિક બજેમાં અપુરતા નાણાં ફાળવણી કરેલ હોય છે છતાં રાજય સરકાર છેલ્લા ૨૫ વર્ષથી ખેડુતોને સહાયને નામે પ્રલોભનો આપીને છેતરવાનું કામ કરી રહી છે, અને ખેડુતો સરકારી સહાય મેળવીને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવે તેવી દાતારી કરતી કરોડો રૂપિયાની ટીવી અને અખબારોની જાહેરાતો પાછળ રાજ્ય સરકાર નાણાંનો વ્યય કરી રહી છે. ખેતર ફરતી વાડ, સૂર્ય શક્તિ યોજના, ડ્રીપ કે સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ, ખેતીના ઓજારો, ખેતીના સાધનોની કે પછી પશુ પાલનનો વ્યવસાય કરવા માટેની સહાય માટેની ખેડૂતની અરજી હોય, આ પૈકીની આ કુલ માન્ય અરજીના આશરે ૧૦% અરજી ઉપર સહાય ચૂકવાતી નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!