જૂનાગઢ સહિત સોરઠ પંથક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં લો-પ્રેસર સીસ્ટમ કાર્યરત થઈ છે ત્યારે મેઘાવી માહોલ વચ્ચે જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં ગઈકાલે દોઢ થી ત્રણ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. ગઈકાલે સાંજનાં ૪ વાગ્યાની આસપાસ મેઘાડંબર વચ્ચે જાેરદાર વરસાદ તુટી પડયો હતો અને જૂનાગઢ શહેર – ગ્રામ્ય તેમજ ભવનાથ વિસ્તારમાં ભારે વરસાદ તુટી પડયો હતો. છેલ્લા ર૪ કલાક દરમ્યાન કેશોદમાં પ૬ મી.મી. અને મોસમનો કુલ ૮૮ મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૩૩ મી.મી. અને મોસમનો ૧૩૯ મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભેસાણ રપ મી.મી., મેંદરડા ૧૯ મી.મી., માંગરોળ ૭૪ મી.મી., માણાવદર ૧ર મી.મી., માળીયા હાટીના ૪૩ મી.મી., વંથલી ૩૯ મી.મી. અને વિસાવદરમાં ર૧ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ વરસાદનાં હળવા ઝાપટા પડી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews