Saturday, August 20

ગિરનારી મહારાજ, ભગવાન ગુરૂદત્ત, નવનાથ, ચોસઠ જાેગણીનાં વાસ છે તેવી પવિત્ર ભૂમિ સાદ પાડીને બોલાવેલ છે ત્યારે ગુરૂગોરક્ષનાથ આશ્રમ ખાતે સંતોનાં સાંનિધ્યમાં ગિરનારી ભાગવત કથા કરવાનો આનંદ અનેરો છે : પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

0

ભવનાથ તળેટી ખાતે આવેલા સિધ્ધસંત ગુરૂગોરક્ષનાથ આશ્રમ ખાતે ગત રવિવારથી ગિરનારી ભાગવત કથાનો ઓનલાઈન શુભારંભ થયો છે. જાણીતા ભાગવતાચાર્ય પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને અને તેઓનાં સ્વમુખે સેવકગણ, શ્રોતાઓને રસપાન કરવામાં આવી રહયો છે. ઓનલાઈન ગિરનારી ભાગવત કથાનો કાર્યક્રમ વિશ્વભરમાં ભાવિકો લાભ લઈ રહયા છે. સરકારની ગાઈડલાઈનનાં ચુસ્ત પાલન સાથે ગિરનારી ભાગવત કથાનો પ્રવાહ ચાલી રહયો છે. અમેરીકા નિવાસી પ્રજ્ઞાબેન પંચમીયા પરીવાર દ્વારા આ કથાનું આયોજન થયું છે.  દરમ્યાન ગુરૂગોરક્ષનાથ આશ્રમ ખાતે ગાદીપતી મહંત પૂ. શેરનાથ બાપુની ઉપસ્થિતિમાં ભાગવતાચાર્ય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પત્રકારો સાથે જ્ઞાનગોષ્ઠી, શુભેચ્છા વાર્તાલાપનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે અત્યારે સમગ્ર વિશ્વ કપરા સંકટ વચ્ચેથી પસાર થઈ રહયો છે. કોરોનાની ઘાતક અસર દરમ્યાન અનેક મુશ્કેલી દુઃખ અનુભવ્યા છે. આપ્તજનો, સ્વજનોનાં અંતિમ દર્શન પણ થઈ શકયા ન હોય તેવા આપતીકાળનાં સમયમાં લોકો ધંધા રોજગાર વિહોણા બની ગયા છે. કઠીન પરિસ્થિતિમાંથી ધીમે ધીમે મુકત થઈ રહયા છીએ. પરિસ્થિતિ થાળે પડી રહી છે. પરંતુ ત્રીજી લહેરનાં સંભવિત ખતરા સામે સાવચેતી અત્યંત જરૂરી છે. વિશેષમાં કથા સત્સંગના કાર્યક્રમો તો ચાલતા જ રહયા હતાં. પરંતુ ગિરનારી મહારાજ, ભગવાન ગુરૂદત્ત, નવનાથ, ચોસઠ જાેગણી અને પવિત્રભૂમિ જાણે સાદ કરીને બોલાવતી હોય તેવું લાગ્યું અને ગિરનારી ભાગવત કથાનો પ્રસ્તાવ પૂ. શેરનાથ બાપુ સમક્ષ મુકયો અને પૂ. શેરનાથ બાપુએ ઉમળકાભેર વધાવી લીધો છે. ગુરૂગોરક્ષનાથ આશ્રમનાં વરીષ્ઠ સંત પૂ. શેરનાથ બાપુનાં માર્ગદર્શન હેઠળ ગિરનારી ભાગવત કથાની તમામ આગતા-સ્વાગતા, વ્યવસ્થા પૂ. બાપુનાં સેવકગણ દ્વારા કરી છે. સરકારની ગાઈડલાઈન અને સોશ્યલ ડીસ્ટન્સનાં પાલન સાથે સુંદર વ્યવસ્થા કરી છે. સરકાર દ્વારા જે પ્રમાણે છુટ મળેલી છે તે પ્રમાણે મર્યાદીત સંખ્યામાં આમંત્રીતોને પ્રવેશ અપાય છે. વિશેષમાં સંતોનાં સાંનિધ્યમાં ગિરનારી ભાગવત કથાનું પાન કરાવવાનો આનંદ અનેરો છે તેમ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું. વિશેષમાં કોરોનાકાળમાં સાંદીપની ઋષિ આશ્રમ પોરબંદર દ્વારા જરૂરીયાતમંદોને મદદ પહોંચાડી છે. અને સેવાકીય કાર્ય સતત જારી રહયું હતું. સાંદીપની આશ્રમનાં ઋષિકુમારો આજે શિક્ષણ ક્ષેત્રે પણ યોગદાન આપી રહયા છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષાનાં ન્યુઝ રીડર તરીકે પણ સેવા આપે છે. ગિરનારની પવિત્ર ભૂમિમાં શ્રીમદ ભાગવત સપ્તાહ ગિરનારી ભાગવત કથાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેનો હૈયે આનંદ છે. આ તકે ઓનલાઈન ગિરનારી ભાગવત કથામાં પત્રકાર પરીવારને પ્રવેશ આપવા અંગે વિનંતી કરતાં તે અંગે પણ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. સિધ્ધ સંત અને ગુરૂ મહારાજની જયાં કૃપા સતત વરસે છે એવા ગુરૂગોરક્ષનાથ આશ્રમનાં મહંત અને નિખાલસ, સહહૃદયી અને વિશાળ સેવક સમુદાયનાં આદરણીય મહંત પૂ. શેરનાથ બાપુએ ભાવપૂર્વક જણાવ્યું હતું કે ભવનાથ તળેટીમાં ગુરૂ મહારાજનાં સાંનિધ્યમાં ગુરૂગોરક્ષનાથ આશ્રમ ખાતે ગિરનારી ભાગવત કથાનો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો છે. તેનો અમોને પણ આનંદ છે. જૂનાગઢ માટે પણ ગૌરવ છે. અને આ આશ્રમમાં અને નાથ સંપ્રદાય દ્વારા આ પ્રથમવાર શ્રીમદ ભાગવગત સપ્તાહ યોજાઈ છે તે અમારા સદભાગ્ય છે. અહીં આવનારા નાના મોટા, અધિકારી કે કોઈને પણ પારકા ગણ્યા નથી. પત્રકારોને પણ અમારા ગણ્યા છે. જુદાઈ રાખી નથી અને અમારા આપ્તજન ગણ્યા છે. પત્રકારોએ પણ આ જગ્યાને પોતાની ગણી છે અને કાયમ માટે સેવા કાર્યમાં સહયોગ આપ્યો છે અને આપતા રહેશે તેવી લાગણી વ્યકત કરી હતી. અને અંતમાં જણાવ્યું કે ગુરૂકૃપાથી અમારા આશ્રમમાં ભજન અને ભોજનની સેવા કરવી એ અમારી પરંપરા છે. અને આ સેવાયજ્ઞ કાયમ ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું. વિશેષમાં ઉપસ્થિત પત્રકારો, મહેમાનોનું ઉપરણું પહેરાવી સન્માન કર્યુ હતું. ગઈકાલે યોજાયેલી પત્રકાર સાથેની જ્ઞાનગોષ્ઠી અને વાર્તાલાપનાં કાર્યક્રમમાં સાંદીપની આશ્રમનાં હાર્દિકભાઈ જાેષી, ભાઈલાલભાઈ, ઋષીકુમારો, માહિતી અધિકારી અર્જુનભાઈ પરમાર, પ્રિન્ટ અને ઈલેકટ્રીક મિડીયાનાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!