ખંભાળિયાના કેશોદ ગામે દીપડો આવ્યાની અફવાથી લોકો ભયભીત, નિકળ્યું જંગલી કુતરૂં

0

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ગઈકાલે દીપડો આવ્યો હોવાની વ્યાપક જાેર પકડ્યું હતું. જાેકે આ અંગેની તપાસમાં અહીં તે જંગલી કૂતરો હોવાનું ખુલતાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર આવેલા કેશોદ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગતરાત્રીના દીપડો આવ્યો હોવાની વાતો વાયુવેગે પ્રસરી ગઇ હતી. સોશ્યલ મીડિયામાં ફેલાયેલી આ બાબતે લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો.
આ વિસ્તારમાં સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા અને આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા ટીમ કેશોદ ગામે પહોંચી ગયા હતા. રાત્રિના સમયે વ્યાપક તપાસ તથા જહેમતના અંતે આ પ્રાણી વિશાળકાય જંગલી કૂતરો હોવાનું તથા આ કૂતરો હડકાયા જેવો થતાં અને દીપડો ન હોવાની બાબત જાહેર થતાં સ્થાનિક રહીશો તથા તંત્રએ રાહતનો દમ ખેંચ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!