દ્વારકામાં સગીરવયની તરૂણીનું અપહરણ

0

દ્વારકાના એક પરિવારની સવા ચૌદ વર્ષની વયની પુત્રી પોતાના ઘરેથી ભેદી સંજાેગોમાં લાપત્તા બનતા અને એક શખ્સના પણ સગડ નહીં મળતા તરૂણીના પિતાએ આ શખ્સે જ પોતાની પુત્રીનું અપહરણ કર્યાની આશંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દ્વારકાના એક વિસ્તારમાં વસવાટ કરતાં પરિવારની ચૌદ વર્ષ અને ચાર મહિનાની વયની પુત્રી ગુરૂવારે સવારે પોતાના ઘરેથી ભેદી સંજાેગોમાં ગુમ થઈ જતાં તેણીના પિતા સહિતના પરિવારે પુત્રીની શોધખોળ શરૂ કરી હતી. સંભવિત તમામ સગા-સંબંધીઓ તેમજ અન્ય સ્થળે આ તરૂણીની ભાળ મેળવવા પ્રયત્ન કરાયા પછી પણ તેણીનો પત્તો નહીં લાગતાં અને ઉત્તરપ્રદેશનો વતની અને હાલમાં દ્વારકામાં રહેતો શિવમ્‌ અવસ્થી નામનો શખ્સ પણ ગુમ હોવાનું જણાઈ આવતાં તેણીના પિતાએ આ શખ્સે જ પોતાની પુત્રીનું અપહરણ કર્યાની દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬ તેમજ પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ગુન્હાની નોંધ કરી તપાસ આદરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!