જૂનાગઢ-રાજકોટ હાઈવે ઉપર ભેસાણ ચોકડી રાત્રીનાં સમયે પુરતા વીજ પ્રકાશની સુવિધાનાં અભાવે મુસાફરોની અને રાહદારીઓની સુરક્ષાનાં સવાલો સર્જાયા છે. ભેસાણ ચોકડી ખાતે ભેસાણ, રાણપુર, મેદપરા સહિતનાં ૧૦૦થી વધુ ગામડાઓની જનતા આ રોડ ઉપરથી પસાર થાય છે. ભેસાણ ચોકડી ખાતે રાત્રીનાં સમયે ખૂબ જ અંધારૂ હોય છે જેનાં કારણે લોકો માટે ભારે મુશ્કેલી સર્જાય છે. ખાસ કરીને રોડ ક્રોસ કરતી વખતે અકસ્માતનો ભય રહે છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભેસાણ ચોકડી જે જૂનાગઢનું પ્રવેશ દ્વારા પણ છે તે સ્થળે હાઈમાસ્ટ ટાવર લગાવી પુરતા વીજ પ્રકાશની સુવિધા કરવામાં આવે અને મુસાફર જનતાની મુશ્કેલી દુર કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. ભેસાણ ચોકડી ખાતે હાઈમાસ્ટ ટાવરની સુવિધા ઉભી થાય તો શહેરનાં પ્રવેશ દ્વારે જ સુશોભન આપે સુવિધાની એક આવર્કાય કાર્યવાહી ગણાશે અને જૂનાગઢમાં પ્રવેશતા વાહનો, નાગરિકો માટે અકસ્માતનો ભય દુર થતા સુવિધા રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews