જૂનાગઢમાંથી ૭ મહિલા જુગાર રમતા ઝડપાઈ

0

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપનસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવીતેજા વાશમશેટ્ટી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એન.આઇ. રાઠોડની સુચના અંતર્ગત બી ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઇ બાવનજીભાઇ હુણ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઇ મગનભાઇ મકવાણાને સંયુક્ત રીતે મળેલ બાતમીનાં આધારે બી ડીવીઝન પોલીસે ખલીલુર રોડ ઉપર આવેલ ઓમનગરમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા વિજયાબેન પ્રવિણભાઈ ધાળીયા, પુષ્પાબેન રસીકભાઈ ધાળીયા, જાેશનાબેન શંકરભાઈ ધાળીયા, કંચનબેન દામજીભાઈ સોલંકી, કિરણબેન ગોવિંદભાઈ ડાકી, સરલાબેન દામજીભાઈ વેકરીયા, અનસુયાબેન કલ્પેશભાઈ રામાનંદીને રોકડ રૂા. ૧૦,૧૨૦ના મુદામાલ સાથે પકડી જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!